- 12 દિવસની લડતને અંતે કિશોરીનું મૃત્યુ : પીઆઈ, પીએસઆઈ નિલંબિત
- યુવાનોની વારંવારની છેડતીથી કંટાળી કિશોરીએ ગળાફાંસો ખાધો હતો
પુણે : તેમના વિસ્તારમાંના યુવાનોની તરફથી સતત થતી છેડતીથી કંટાળીને આત્મહત્યાનો પ્રયત્ન કરનારી ભોસરીમાંની 14 વર્ષીય અલ્પવયની તરુણીનું આખરે મૃત્યુ થયું હતું. 12 દિવસથી હોસ્પિટલમાં મૃત્યુને લડત આપનારી તરુણીનું રવિવારે મોડી રાત્રે મૃત્યુ થયું હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું.
ગયા અઠવાડિયામાં તે અલ્પવયની તરુણીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસર આ ઘટના વાલીના ધ્યાન ઉપર આવતાં તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેની ઉપર પિપરી- ચિંચવડ મહાપાલિકાની વાયસીએમ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. તરુણીની તબિયત ગંભીર હોવાથી તેની ઉપર ઉત્તમ દરજ્જાની સારવાર કરવી જરૂરી હતી. જોકે તરુણીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેની ઉપર સમયસર તેવી ઉત્તમ દરજ્જાની સારવાર મળી શકી નહોતી.
દરમિયાન બે દિવસ પૂર્વે સંબંધિત તરુણીની સારવાર માટે શિવસેના વતી 25 હજારની મદદ આપવામાં આવી હતી. તે પછી પણ તરુણીની સારવાર માટે આવશ્યક તે મદદ કરવાની ભૂમિકા રહેશે, એમ શિવસેનાના મહાપાિલકાના જૂથનેતા સુલભા ઉબાળેએ જણાવ્યંુ હતું. જોકે અંતે આ તરુણીનું મૃત્યુ થયું હતું.
આ અલ્પવયની તરુણીની છેડતી કરનારા ત્રણ યુવાનોની પોલીસે અટક કરી હતી. બાબુ નાયક, સચિન ચવ્હાણ અને અકીબ શેખ, એમ આરોપીઓનાં નામો છે. ત્રણ યુવાનો તેની છેડતી કરતા હોવાથી સંબંધિત તરુણીના વાલીઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે તે તરફ દુર્લક્ષ કર્યું હતું. તેને લીધે આરોપી સહિત દોષિત પોલીસ કર્મચારીઓની ઉપર પણ કાર્યવાહી કરવાની માગણી તરુણીના વાલીએ કરી હતી. દરમિયાન આજે બપોરે ભોસરી અેમઆઈડીસી પોલીસ થાણામાં પીઆઈ અને પીએસઆઈનું નિલંબન કરવાનો આદેશ મુખ્યમંત્રીએ કાઢ્યો હતો.