તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ: ટ્રાફિક પોલીસના યુનિફોર્મ પર ટૂંકમાં કેમેરા, હૈદરાબાદ દેશનું પ્રથમ શહેર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: મુંબઈમાં પરિવહન પોલીસોના યુનિફોર્મ પર ટૂંક સમયમાં કેમેરા લગાડવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસો પર વધેલા હુમલાઓની પાર્શ્વભૂમિ પર પોલીસ દળ તરફથી આ પ્રસ્તાવ શાસનને મોકલાશે. ગયા અઠવાડિયે પોલીસ કોન્સ્ટેબલ વિલાસ શિંદેની મારપીટ થયા પછી મૃત્યુ થયું હતું. એ પછી થાણે, કલ્યાણ સહિત મહારાષ્ટ્રના વિવિધ ઠેકાણે પોલીસો પર હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. તેથી પોલીસોના યુનિફોર્મ પર ટૂંક સમયમાં કેમેરા લગાડાશે.

પોલીસોના યુનિફોર્મ પરના કેમેરામાં નાગરિકોની પોલીસ સાથેની વાતચીત પણ રેકોર્ડ કરવામાં આવશે. તેથી પોલીસ પાસે પુરાવા તરીકે કેમેરાનું ફૂટેજ અને વાતચીત રેકોર્ડેડ રહેશે. ઉપરાંત પોલીસોના કામ પર પણ નજર રખાશે. અત્યારે હૈદરાબાદ અને દિલ્હીમાં પરિવહન પોલીસોના યુનિફોર્મ પર કેમેરા લગાડાયા છે. યુનિફોર્મ પર કેમેરા લગાવનાર હૈદરાબાદ દેશનું પ્રથમ શહેર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો