• Gujarati News
  • Mumbai: The Chief Minister Said Strict Action Against Paying Tribute

મુંબઈ: ખંડણીખોરો સામે કડક પગલાં ભરવા મુખ્યપ્રધાનનું ફરમાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઔદ્યોગિક ક્ષેત્રમાં દાદાગીરી કરતા તથા ઉદ્યોગપતિઓને ધમકાવતા
-ગુરુવારે ફડણવીસે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મુદ્દે આદેશો આપ્યા
મુંબઈ: રાજ્યમાં એમઆઈડીસી તેમ જ અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં દાદાગીરી કરનારા અને ઉદ્યોગપતિને બ્લેકમેઈલ કરીને ખંડણી ઉઘરાવનારાઓને પકડવાનો આદેશ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ગુરુવારે આપ્યો હતો. એમઆઈડીસી ક્ષેત્રમાં કાયદો અને સુવ્યવસ્થા સંદર્ભે માહિતી મેળવવા માટે વર્ષા ખાતે આયોજીત કરવામાં આવેલી બેઠકમાં મુખ્ય મંત્રી બોલી રહ્યા હતા. આ બેઠકમાં ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી (શહેર) ડો. રણજિત પાટીલ, કામદાર રાજ્યમંત્રી વિજય દેશમુખ વગેરે ઉપસ્થિત હતા.‘મેક ઈન ઈંડિયા’ અને ‘મેક ઈન મહારાષ્ટ્ર’ અભિયાનના માધ્યમથી રાજ્યમાં મૂડીરોકાણો વધે તે માટે ઉદ્યોગપતિને ઉદ્યોગ ઉભા કરવા માટે આવશ્યક રહેલી સર્વે પાયાભૂત સુવિધા ઉપલબ્ધ કરીને આપવામાં આવી રહી છે.
પરંતુ ઔદ્યોગિક પરિસરમાં સ્થાનિક સ્વયંઘોષિત નેતાઓ તરફથી રોકાણકારોને બ્લેકમેઈલ કરવામાં આવે છે તેમ જ સ્થાનિક ભૂમિપુત્રોના આંદોલન ઉભા કરીને ઉદ્યોગ બંધ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. આ પાર્શ્વભૂમિ ઉપર આજની બેઠકમાં આવી ગુંડાગીરી કરનારાઓનો યોગ્ય બંદોબસ્ત કરવાની સૂચના મુખ્યમંત્રીએ આપી હતી. ઉદ્યોગ ઊભા કરતી વખતે પોલીસ અધિકારીઓની ભૂમિકા મહત્વની હોવા બાબતે સંબંધિતોમાં તેની જાગૃતિ નિર્માણ કરવી, ઉદ્યોગ વિભાગ, કામદાર વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્તપણે કામ કરવું જોઈએ, કામકાજમાં સુસૂત્રતા આવે તે માટે આ ત્રણે વિભાગમાં અધિકારીઓના સંયુક્ત કાર્યશાળાનું આયોજન કરવું જોઈએ, મોટા એમઆઈડીસી ક્ષેત્રમાં પોલીસ સ્ટેશન નિર્માણ કરવાની કાર્યવાહી કરવી, તેની જ સાથે ત્યાંની સુરક્ષા ઓડિટ કરવું જોઈએ, અેવા સૂચનાે ફડણવીસે કર્યાં હતાં.