તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈમાં બે માળની ઈમારત ધરાશાયી, 3નાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભિવંડીમાં ફેક્ટરીનું મકાન તૂટી પડતાં ૩નાં મોત
- ગારમેન્ટ ફેક્ટરીમાં બનેલી દુર્ઘટનામાં ૩૪ લોકોને ઈજા


ભિવંડીના કાલ્હેર વિસ્તારમાં ગારમેન્ટ ફેક્ટરી ધરાવતું મકાન તૂટી પડતાં ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૩૪ જણ ઘાયલ થયા હતા. નારપોલી પોલીસ સ્ટેશનની હદમાં શ્રી અરિહંત કોમ્પ્લેક્સ ખાતે બિગ ગારમેન્ટ નામની આ ખાનગી કપડાંની ફેક્ટરી હતી. બે માળનું આ મકાન બુધવારે મધરાત્રે ૧.૦૦ વાગ્યાના સુમારે તૂટી પડ્યું હતું.

આ ફેક્ટરીમાં ૪પ મજૂર કામ કરતા હતા. બુધવારે રાત્રે મકાનની દીવાલ પડવા લાગતાં સતર્ક બનેલી મજૂરો પટાપટ બહાર નીકળી ગયો હતો. જોકે અમુક ફસાઈ ગયા હતા. આમાંથી ત્રણ જણનાં દટાઈને મોત નીપજ્યું હતું, જ્યારે ૩૪ મજૂર ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની ઈન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...