પ્રસારણના નવા યુગમાં ડિજિટાઈઝેશન નવી ભૂમિકામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-મીડિયાઉદ્યોગને સંભવિત આર્થિ‌ક વૃદ્ધિના એન્જિન તરીકેની ભૂમિકા અદા કરવા હાકલ
-ફિક્કી ફ્રેમ્સ ૨૦૧૪નું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

મુંબઈમાં દર વર્ષે યોજાતા ફિક્કી (એફઆઈસીસીઆઈ) ફ્રેમ્સ ૨૦૧૪ સમારોહનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મિડિયા ઉદ્યોગને સંભવિત આર્થિ‌ક વૃદ્ધિના એન્જિન તરીકેની ભૂમિકા અદા કરવા હાકલ કરવામાં આવી હતી તેમજ ત્રણ દિવસ ચાલનારા આ સમારોહનો વિષય પણ મિડિયા અને મનોરંજનનું બદલાતું જીવન રાખવામાં આવ્યો છે. આ સમારોહમાં ફિલ્મો, પ્રસારણને આવરી લેતા વિસ્તૃત મુદ્દાઓ, ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ, ડિજિટલ મનોરંજન, એનિમેશન, ગેમિંગ, દૃશ્યોની અસરો જેવા વિષયો અંગે આગામી ત્રણ દિવસ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

આ સમારોહનું ઉદ્ઘાટન કરતાં માહિ‌તી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ બિમલ જુલ્કાએ જણાવ્યું હતું કે પ્રસારણ અને ફિલ્મોના વિકાસ માટે મંત્રાલયે મહત્ત્વનાં અનેક પગલાં લીધાં છે. ડિજિટાઈઝેશન પ્રક્રિયા દેશભરમાં હાથ ધરવામાં આવી છે, જે પ્રસારણના નવા યુગમાં પારદર્શિ‌તા લાવવાની સાથે દ્વારાપાળની ભૂમિકા ભજવી રહ્યું છે. તેનો સૌથી મોટો લાભ પ્રસારણ ક્ષેત્રમાં એફડીઆઈ પ્રવાહ સહિ‌તનાં રોકાણો વધારવા અને તેમાં પારદર્શિ‌તા લાવવામાં મળ્યો છે તેમ જ તે ગ્રાહકોને પસંદગીનો વિકલ્પ પણ આપે છે. ડિજિટાઈઝેશનના પ્રથમ બે તબક્કા ૪૨ શહેર અને ૩૦ મિલિયન સેટ ટોપ બોક્સ બેસાડવાની સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયા છે તેમ જ ૧૧૦ મિલિયન સેટ ટોપ બોક્સ આ પ્રક્રિયા અંતર્ગત બેસાડવાની કામગીરી આગામી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...