Pix : મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સે બજાવી મતદાનની ફરજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલીવૂડના કલાકારો, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો, રાજકારણીઓ મુંબઈમાં ગુરુવારે મતદાન કરવા માટે ઊતરી આવ્યા હતા. મોટે ભાગે સવારના ભાગમાં આ હસ્તીઓએ પોતાના મતદાનનો હક બજાવ્યો હતો અને બાદમાં અન્યોને પણ મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.મુંબઈમાં બાંદરા ખાતે સચિન તેંડુલકર પત્ની અંજલિ સાથે સવારે મતદાન કરવા આવ્યો હતો. આઈપીએલ માટે તે હાલમાં દુબઈમાં હોઈ ખાસ મતદાનનો અધિકાર બજાવવા માટે આવ્યો હતો. વળી, આજે તેને ૪૧મું વર્ષ બેઠું હોવાથી મતદાન કરીને તેણે બર્થડે ઊજવ્યો હતો. માજી ક્રિકેટર સંદીપ પાટીલે પણ બાંદરામાં મતદાન કર્યું હતું.

આ સિવાય આમિર ખાન, રેખા, ધર્મેંદ્ર, સની દેઉલ, બોબી દેઉલ, રાહુલ બોસ, જોન અબ્રાહમ, ફરહાન અખ્તર, મિલિંદ સોમણ, વિદ્યા બાલન, રવીના ટંડન, અમિષા પટેલ, પ્રીતિ ઝિંટા, નેહા ધુપિયા, દિયા મિરઝા, શિલ્પા શેટ્ટી, સોનમ કપૂર, પ્રેમ ચોપરા, ગુલઝાર, પરેશ રાવલ, રાહુલ મહાજન, મધુર ભંડારકર, રાખી સાવંત સહિ‌તની હસ્તીઓ ઊમટી પડી હતી. તેમણે મત આપ્યા પછી અન્યોને પણ બહાર નીકળીને મતદાન અચૂક કરવા માટે અનુરોધ કર્યો હતો.

આગળ જુઓ બોલીવુડ હસ્તીઓની વધુ તસવીરો