તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Blue's Ready selling Husband And Wife In The Same Racket Busted

બ્લુ ફિલ્મ તૈયાર કરીને વેચતા પતિના રેકેટનો પત્નીએ જ પર્દાફાશ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નાગપુરમાં વેપારી પતિનું બ્લુ ફિલ્મ કૌભાંડ પત્નીએ જ ઉઘાડું પાડ્યું


અત્રે બ્લુ ફિલ્મ તૈયાર કરીને વેચતા પતિના રેકેટનો પત્નીએ જ પર્દાફાશ કર્યો હતો. આ ઘટનાથી પોલીસ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. અંબાઝરી પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી છે. ધરપકડ થતાં જ તબિયત લથડતાં આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર બંસીલાલ જૈન (ઉં. ૪૮- હિંગણાના પ્રસાદનગરનો રહેવાસી)ની બ્લુ ફિલ્મ રેકેટ ચલાવવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટમાં ધર્મેન્દ્રે પોતાના પ્રતિષ્ઠાનમાં કામ કરતી બે યુવતીને પણ સંડોવી હોવાનું પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના ઘર દરોડા પાડીને બ્લુ ફિલ્મ ડાઉનલાઉટ કરાઈ હતી તે લેપટોપ પણ જપ્ત કર્યું છે. આ બ્લુ ફિલ્મનું વેચાણ ધર્મેન્દ્ર વિદેશમાં કરતો હતો, એવી શંકા હોઈ પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. ધર્મેન્દ્રની હિંગણા નાકા વિસ્તારમાં ગીતા એન્જિનિયરિંગ કોર્પોરેશન નામે કંપની છે. જોકે તેનો આ વેપાર ફકત નામપૂરતો જ હતો. તેનું મૂળ કામ બ્લુ ફિલ્મ તૈયાર કરવાનું હતું.

કેવી રીતે ખુલ્યું કૌભાંડ વધારે જાણવા ફોટો સલાઈડ કરો...