• Gujarati News
  • Bhaskar Jadhav Jealous Counted After The Election Rane Retreat

ભાસ્કર જાધવ સામે બળાપો કાઢયા પછી રાણેની ચૂંટણીમાંથી પીછેહઠ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- ભાસ્કર જાધવ સામે બળાપો કાઢયા પછી રાણેની ચૂંટણીમાંથી પીછેહઠ
- પોતાનાં પિતાની ઇચ્છાને માન આપીને પીછેહઠ કરી રહ્યા હોવાની પણ સ્પષ્ટતા

મુંબઈ : ભાસ્કર જાધવે મારી પીઠ પાછળ ઘા કરીને મારા પરાજ્ય માટે ખાતરપાણી નાખ્યું હતું. હવે તેમનો વિનાશ કરવાનું કામ હું કરવાનો છું, એવી ગર્જના કરીને ગુહાગર વિધાનસભા મતદારક્ષેત્રમાં પોતાની ઉમેદવારી જાહેર કરનારા માજી સાંસદ નિલેશ રાણેએ આજે ચૂંટણીના મેદાનમાંથી પીછેહઠ કરી હતી. પિતા ઉદ્યોગમંત્રી નારાયણ રાણેની ઇચ્છા ખાતર પોતે પીછેહઠ કરવાનો આ નિર્ણય લીધો હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.

ગયા અઠવાડિયામાં ગુહાગરમાં પત્રકાર પરિષદ લઈને નિલેશ રાણેએ ભાસ્કર જાધવની ઉપર ટીકા કરી હતી. મારા પરાજ્ય માટે અનેક કારણો પૈકી ભાસ્કર જાધવ એ એક પ્રમુખ કારણ છે. નીચલી પાયરીનું રાજકારણ કરીને તેમણે મારં નુકસાન કર્યું છે. તેથી આવતી ચૂંટણીમાં તેમનું નુસાન કરવાનો છું. તેમની પૈસાની મસ્તી ઉતારવાનો છું, એવો હુમલો તેમણે કર્યો હતો. ગુહાગરમાં અપક્ષ તરીકે ચૂંટણી લડવાની ઘોષણા કરીને તેમણે બધાને જ આશ્ચર્યચકિત કરી દીધા હતા.
પરંતુ આજે તેમણે વલણ બદલીને ચૂંટણીમાંથી પીછેહઠ કરી હતી. રાણેસાહેબને ત્રાસ ન થાય તે માટે પોતે ચૂંટણી લડવાના નથી, એમ તેમણે જાહેર કર્યું હતું.કોઈ પણ પક્ષવિરોધી મારી લડાઈ નહોતી. એક વ્યક્તિ વિરુદ્ધ મારી આ લડાઈ હતી. ભાસ્કર જાધવને મારે પાઠ ભણાવવો હતો. પરંતુ કોંગ્રેસે રાણે સાહેબની ઉપર મોટી જવાબદારી સોંપી છે. તેથી તેમની ઇચ્છા ખાતર મેં આ ચૂંટણી નહીં લડવાનો નક્કી કર્યું છે, એમ નિલેશ રાણેએ જણાવ્યું હતું.
ગુહાગરમાંથી ભાસ્કર જાધવની વિરુદ્ધ લડાઈની ઘોષણા કર્યા પછી રાષ્ટ્રવાદીના અનેક નેતાઓને તેમને ટેકો જાહેર કર્યો હતો, એવો દાવો તેમણે કર્યો હતો. ચૂંટણી લડવાનો નથી તો પણ ગુહાગરમાં કોંગ્રેસમાં તાકાત વધારવા અને ભાઈ નિતેશના પ્રચારમાં કામ કરવાનો હોવાનું તેમણે સ્પષ્ટ કર્ર્યું હતું.