તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોનસ ન મળતાં ભાઈબીજે બેસ્ટના કર્મચારીઓ રજા પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-બોનસ ન મળતાં ભાઈબીજે બેસ્ટના કર્મચારીઓ રજા પર
-આંદોલન થાય તો બસ કોણ ચલાવશે એવો પ્રશ્ન નિર્માણ થયો છે
બેસ્ટ કર્મચારીઓના બોનસના પ્રશ્ને વાતાવરણ ગરમ થયું હોઈ આ માગણી માટે બેસ્ટ વર્કર્સ યુનિયન ભાઈબીજના રોજ મંગળવાર, પ નવેમ્બરે સામૂહિ‌ક રજા પર ઊતરશે. આ આંદોલનમાં બેસ્ટ કર્મચારીઓ સાથે પુણે- પિંપરી- ચિંચવડ પરિવહનના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેશે. દરમિયાન ભાઈબીજના દિવસે બેસ્ટે ૮૮ માર્ગ પર ૨૪૦ વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. જોકે આ આંદોલન થાય તો બસ કોણ ચલાવશે એવો પ્રશ્ન નિર્માણ થયો છે.
બેસ્ટના આશરે ૪૨ હજાર કર્મચારીઓને ગત બે વર્ષથી બોનસ મળતું નથી. આને કારણે શરદ રાવ પ્રણિત બેસ્ટ વર્કર્સ યુનિયને આંદોલનનો નિર્ણય લીધો છે. આંદોલન કરવા સામે બંધી હોવાથી તેમણે સામૂહિ‌ક રજા આંદોલનનું શસ્ત્ર અજમાવવાનું નક્કી કર્યું છે.
આ આંદોલનમાં કર્મચારીઓ પોતે સહભાગી થશે, એવો વિશ્વાસ રાવે વ્યક્ત કર્યો છે. શિવસેના, ભાજપ
અને કોંગ્રેસે બેસ્ટ કર્મચારીઓ વિરુદ્ધ કાવતરું રચવાનો આરોપ રાવે કર્યો છે. બેસ્ટની જેમ જ પુણે- પિંપરી- ચિંચવડ પરિવહનમાં આ વખતે ન ન આપવાનો નિર્ણય લેવાયો છે. આને કારણે આ કર્મચારીઓ પણ આંદોલનમાં સહભાગી થવાના છે, એમ રાવે જણાવ્યું હતું.