તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐશ્વર્ય સ્મિતાનો પુત્ર છે, મારો નથી: જયદેવ ઠાકરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: બાળાસાહેબ ઠાકરેના સૌથી મોટા દીકરા જયદેવે પૂર્વ પત્ની સ્મિતાના દીકરા ઐશ્વર્યને પોતાની સંતાન માનવાનો ઈનકાર કર્યો છે. જયદેવ ઠાકરેએ મુંબઈ હાઈકોર્ટમાં જણાવ્યું છે કે, ઐશ્વર્ય મારો પુત્ર નથી, એ સ્મિતા ઠાકરેનો પુત્ર છે. બાળાસાહેબ ઠાકરેની સંપત્તિ ઉપરથી વિવાદ ચાલુ હોવાથી તે પ્રકરણની સુનાવણી હાલ હાઈકોર્ટમાં ચાલુ છે. શિવસેનાના ફાઉન્ડર લીડર બાળાસાહેબે વસિયતમાં પ્રોપર્ટીનો અમુક ભાગ ઐશ્વર્યને પણ આપ્યો છે. પરંતુ જયદેવને કઈ પણ આપવામાં આવ્યું નથી. ઠાકરેની વસિયત પર સવાલ ઊભા કરતા જયદેવે બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જયદેવ ઐશ્વર્ય મામલે વધારે ખુલાસા કરવા માગતા હતા પરંતુ જજે તેમને રોક્યા હતા.
એક સવાલના જવાબ પછી કોર્ટે મીડિયાને બહાર કાઢીને કરી બાકીની સુનાવણી
- બુધવારે હાઈકોર્ટમાં જસ્ટિસ ગૌતમ પટેલના સવાલ પર જયદેવે કહ્યું કે, હું 2004 પછી એક રાત પણ માતોશ્રીના પહેલાં ફ્લોર પર રોકાયો નથી. એક વાર મે બાળાસાહેબને પૂછ્યું હતું કે ત્યાં કોણ રહે છે ત્યારે તેમણે મને કહ્યું હતું કે ત્યાં ઐશ્વર્ય રહે છે.
- આ જવાબ પછી જજે પૂછ્યું હતું કે, ઐશ્વર્ય તમારો દીકરો છે? તો જયદેવે કહ્યું કે, ના તે મારો દીકરો નથી.
- જયદેવે જણાવ્યું કે તે આ મુદ્દે વધારે કઈંક કહેવા માગતા હતા પરંતુ જજે તેમને અટકાવી દીધા હતા.
- થોડીવાર પછી કેસની સુનાવણી 'ઈન કેમેરા' કરવાની સૂચના આપવામાં આવી હતી.
- ત્યાર પછી મીડિયાને બહાર જવાની સૂચના આપી દેવામાં આવી. આ દરમિયાન કોર્ટ રૂમમાં માત્ર કેસ સાથે જોડાયેલા લોકો જ હાજર રહ્યાં હતાં.
પોતાને રાજકીય વારસાદાર બનાવવા માગતા હતા બાળાસાહેબ
- જયદેવે કોર્ટમાં એવુ પણ કહ્યું કે, બાળાસાહેબના નિધનના એક મહિના પહેલાં હું તેમના રૂમમાં રોકાયો હતો. ત્યારે તેમની તબિયત વધારે ખરાબ હતી.
- જયદેવે કોર્ટમાં કહ્યું છે કે, જ્યારે તેમણે વસિયત બનાવી ત્યારે તેમની માનસિક સ્થિતિ સારી નહોતી.
- બાળાસાહેબ મને તેમના રાજકીય વારસ બનાવવા માગતા હતા. પરંતુ મારી રાજકારણમાં આવવાની ઈચ્છા નહોતી.
ત્રણ લગ્ન કરી ચૂક્યા છે જયદેવ

- જયદેવે ત્રણ લગ્ન કર્યા છે. પહેલા લગ્ન જયશ્રી કાલેલકર સાથે, બીજા લગ્ન સ્મિતા ઠાકરે સાથે. પરંતુ આ બંને સાથે તેમનું લગ્ન જીવન ટક્યું નહોતું.
- સ્મિતા સાથે લગ્ન જીવન તૂટ્યા પછી જયદેવે ત્રીજા લગ્ન અનુરાધા સાથે કરીને માતોશ્રી છોડી દીધું હતું. પરંતુ સ્મિતા માતોશ્રીમાં રહેતા હતા.
- માનવામાં આવે છે કે સ્મિતાને છોડીને જયદવેને ત્રીજા લગ્ન કર્યા તે વાત બાળાસાહેબને પસંદ આવી નહોતી. તે કારણથી તેમની અને જયદેવ વચ્ચે અંતર આવી ગયું હતું.
શું છે બાળાસાહેબની વસિયત?

- વસિયતમાં માતોશ્રીનો ગ્રાઉન્ડ ફ્લોર શિવસેનાને કામ માટે આપવામાં આવ્યો છે.
- બંગ્લાનો પહેલો ફ્લોર સ્મિતા ઠાકરે અને તેમના દીકરા ઐશ્વર્યને આપવામાં આવ્યો છે.
- જોકે, વસિયતમાં સ્મિતા ઠાકરે અને ઐશ્વર્યને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં આવી નથી.
- બંગ્લાનો સૌથી ઉપરનો ભાગ બાળ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેના નામે કર્યો છે.
- આ સિવાય કરજત અને ભંડારધારાની પ્રોપર્ટી ઉદ્ધવના નામે કરવામાં આવી છે.
- ઉદ્ધવ, જયદેવ અને બિંદુમાધવ બાળાસાહેબના દીકરા છે. બિંદુમાધવનું નિધન થઈ ચૂક્યું છે.
બાળાસાહેબના નામ પર છે કરોડોની પ્રોપર્ટી

- ઉદ્ધવના મત પ્રમાણે બાળાસાહેબની સમગ્ર પ્રોપર્ટી અને બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ. 15 કરોડની મિલકત છે.
- વસિયતમાં બાળાસાહેબના દીકરા બિંદુમાધવના પરિવાર અને બીજા દીકરા જયદેવ ઠાકરેને કઈ આપવામાં આવ્યું નથી.
- જયદેવનું કહેવું છે કે, ઠાકરેની પ્રોપર્ટીની કુલ કિંમત રૂ. 100 કરોડ કરતા વધારે છે.
આગળ વાંચો, ઉદ્ધવે જ રેશનિંગ કાર્ડમાંથી મારું નામ હટાવ્યું હતું...બાળાસાહેેબના રાજકીય સંબંધો વિશે શું કહ્યું જયદેવે? ઠાકરેનું સંપત્તિનો શું છે સમગ્ર વિવાદ?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો