તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'આદર્શ’ કેસની સુનાવણી હવે સર્વોચ્ચ અદાલતમાં જ હાથ ધરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલાબા સ્થિત 'આદર્શ’ સોસાયટી તોડવાના કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આપેલા આદેશને પડકારની અરજીની સુનાવણી રાષ્ટ્રીય હરિત પંચ (નેશનલગ્રીન કમિશન) સમક્ષ કરવાની સોસાયટીના સભ્યોની માગણી મુંબઈ વડી અદાલતે નકારી હતી. તેથી હવે આ અરજીની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં જ હાથ ધરાશે.

પર્યાવરણ સંબંધી નિયમો નેવે મૂકીને 'આદશ’ સોસાયટીનું બાંધકામ કરાયું હોવાની ટીકા કરતાં કેન્દ્રીય પર્યાવરણ વિભાગે આ ઈમારત તોડી પાડવાનો હુકમ કર્યો છે. એ હુકમ સામે વિરોધ કરતી અરજી 'આદર્શ કો ઓપરેટવિ હાઉસિંગ સોસાયટી’ના સભ્યોએ કરી છે. એ અરજીની સુનાવણી ગ્રીનકમિશન સમક્ષ હાથ ધરવાની માગણી સોસાયટીના સભ્યોએ કરી હતી. પરંતુ મુખ્ય ન્યાયમૂર્તિ‌ રોહિ‌ત શાહ અને એ ન્યાયમૂર્તિ‌ એમ.એસ.સકલેચાની ખંડપીઠે એ માગણી સ્વીકારી નહોતી.

ખંડપીઠે જણાવ્યું હતું કે ''પર્યાવરણના નિયમોનો ભંગ કરાયો હોય તો પણ આ પ્રકરણમાં અન્ય પ્રકારના આરોપ પણ છે. તેથી હરિત પંચ સમક્ષ અરજીની સુનાવણી હાથ ધરવાની જરૂર નથી. તે ઉપરાંત 'આદર્શ’ અંગે અનેક સામાજિક સંસ્થાઓ તથા કેન્દ્ર સરકારે પણ અરજી કરી છે. એ અરજીઓમાંથી એક અરજી તરીકે આદર્શના સભ્યોની અરજી ગણી શકાય. એ અરજીને સ્વતંત્ર સ્થાન આપી ન શકાય. 'આદર્શ’માં પર્યાવરણ ઉપરાંત માલિકી, સલામતી, સરકારી પરવાનગી અને સભ્યપદ જેવી બાબતો પણ તપાસવી પડે એમ છે. તેથી ફક્ત પર્યાવરણને મુદ્દે આ અરજી ગ્રીન કમિશનને મોકલી નશકાય.

પર્યાવરણ સંબંધી અરજીની હરિત પંચ સમક્ષ સુનાવણીનો નિર્દેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો હોવાથી અરજીની સુનાવણી હરિચ પંચ સમક્ષ હાથ ધરવાની સોસાયટીના સભ્યોએ તરફેણ કરી હતી. ''પરંતુ સર્વોચ્ચ અદાલતે ''આવી અરજીઓની સુનાવણી, હરિત પંચ સમક્ષ કરી શકાય.’’ એમ કહ્યું હતું. સુનાવણી કરવી જ જોઈએ,’’ એવો તેનો અર્થ નથી’’ એમ ખંડપીઠે જણાવ્યું હતું. આદર્શ કૌભાંડમાં માજી મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ સહિ‌ત પંદર જણ સામે સીબીઆઈએ ગુનો નોંધ્યો છે.