તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Actress’s Hubby Hides In Toilet As Cops Come Looking For Jewellery

સોનિકા ગિલનો વર ઘરેણાંની ગોલમાલમાં ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૮૧ લાખના દાગીનાના કેસમાં મિતેશ ગુપ્ત ટોઈલેટમાં છુપાયો હતો

૮૧ લાખ રૂપિયાના દાગીનાના ગેરવ્યવહારના કેસમાં ખાર પોલીસે અભિનેત્રી સોનિકા ગિલના પતિ મિતેશ રુઘાનીને નાટકીય સ્થિતિમાં ઝડપી લીધો હતો. સોનિકાના ઘરમાં છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ પણ મિતેશ અથવા કૌભાંડ સાથે સંબંધિત નક્કર પુરાવા મળ્યા નહોતા. પોલીસ અધિકારીઓ બહાર નીકળવાની તૈયારી કરતા હતા, એવામાં એક કબાટ પર નજર જતાં તેમાં શોધખોળ કરી અને એ કબાટે જ પોલીસને મિતેશ સુધી પહોંચાડ્યો હતો. પોલીસ અધિકારીઓ અને જવાનો એ કબાટ તરફ વળ્યા ત્યારે એ ખોલી આપવાનો સોનિકાએ વિરોધ કર્યો, પરંતુ પોલીસે તેને ગણકારી નહોતી. એ કબાટ ખોલતાં હકીકતમાં એ ગુપ્ત ‘ટોઈલેટ’નો દરવાજો જણાયો હતો.

આગળ આખરે કેવી રીતે પકડાયો ગીલનો પતિ ટોઈલેટમાંથી