મુંબઈ:અભિનેતા સુરેશ ઓબેરોયે કવિતાની બુકનું વિમોચન કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો:ભાણેજ પૃથ્વીરાજ સાથે સુરેશ ઓબેરોય)
મુંબઈ:અભિનેતા સુરેશ ઓબેરોયે તેમના ભાણેજ પૃથ્વીરાજ ઓબેરોયની કવિતાઓના પુસ્તક કલમકે કતરેનું વિમોચન કર્યું હતું. પૃથ્વીરાજે ગુજરાતી કોમેડી સીરિયલ મારું ઘર ખાલી કર લખી છે. ઉપરાંત ટેઢે મેઢે સપને, અપનાપન વગેરે સીરિયલોનું દિગ્દર્શન કર્યું છે. એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે ખોટે સિક્કે, શ્યામ ઘનશ્યામ જેવી ફિલ્મો સાથે તેઓ સંકળાયેલા હતા.
પૃથ્વીરાજ પોતાના મામા સુરેશ ઓબેરોય પાસે મોટો થયો હતો. પૃથ્વીરાજનું બાળપણ મારા કુટુંબ સાથે વીત્યું હતું. એ મારા પુત્ર સમાન છે. મને ખબર છે કે એને કવિતાઓ લખવાનો શોખ છે પણ એક દિવસ એની કવિતાઓના પુસ્તકનું વિમોચન હું કરીશ એ કયારેય વિચાર્યું નહોતું એમ સુરેશ ઓબેરોયે જણાવ્યું હતું. પૃથ્વીને લખવાની ફાવટ પહેલેથી જ છે. મને કંઈ પણ લખાવવું હોય તો હંમેશાં હું એની મદદ લેતો. અમારા કુટુંબમાં એ પ્રથમ કવિ છે એનો મને ગર્વ છે. કવિતાઓના પુસ્તક પછી હવે એ ફિલ્મોમાં પણ ગીત લખે એવું હું ઈચ્છું છું.