તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રીય વિભાગો પર કાનૂની પગલાં લેવામાં આવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેન્દ્રીય સાર્વજનિક બાંધકામ વિભાગે ૧૩ સ્થળોએ મલેરિયા પ્રતિબંધક કામો કર્યાં નથી
- મહાપાલિકા દ્વારા હવે મલેરિયા પ્રતિબંધક કામ ના કરતા


છેલ્લાં ચાર વર્ષથી દર ચોમાસામાં મુંબઈમાં મલેરિયા પડકારજનક છે. મલેરિયા ટાળવા માટે મહાપાલિકા પ્રતિબંધક ઉપાયો કરે છે. રાજય અને કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળ વિભાગોને પણ આ સંદર્ભે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અનેક વાર મુદત આપ્યા છતાં કેટલાક વિભાગોએ મલેરિયા પ્રતિબંધક કામો કર્યાં નથી. તેમની વિરુદ્ધ મહાપાલિકા કાનૂની પગલાં લેશે.

પ‌શ્ચિ‌મ રેલવે, એર ઈન્ડિયા, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને કેન્દ્રીય સાર્વજનિક બાંધકામ વિભાગ તેમના વિસ્તારોમાં મલેરિયા પ્રતિબંધક કામો કર્યાં જ નથી. ત્યાંનાં બિલ્ડિંગો, કારખાનાં વગેરે સ્થળોએ સ્વચ્છતા ્અને મચ્છર પ્રતિબંધક ઉપાયો કર્યા જ નથી. તેથી આ વિભાગો વિરુદ્ધ ૧૯ કેસો દાખલ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી માટે મહાપાલિકાના કાયદા વિભાગ પાસે મોકલવામાં આવ્યા છે એવી માહિ‌તી જંતુનાશક વિભાગના પ્રમુખ રાજન નારિંગ્રેકરે આપી હતી.

કેન્દ્રીય સાર્વજનિક બાંધકામ વિભાગે તેના અખત્યાર હેઠળ બિલ્ડિંગોમાં ૧૩ સ્થળોએ મલેરિયા પ્રતિબંધક કામો કર્યાં નથી. પ‌શ્ચિ‌મ રેલવેએ ૩ સ્થળે, મુંબઈ પોર્ટ ટ્રસ્ટે ૨ સ્થળે જયારે એર ઈન્ડિયાએ તેની કર્મચારી વસાહતમાં મલેરિયા પ્રતિબંધક ઉપાયો ન કર્યા હોવાનું નારિંગ્રેકરે જણાવ્યું હતું.

ગેસ્ટ્રોની સાથે મુંબઈમાં કોલેરાએ દેખા દીધી

મુંબઈમાં ગેસ્ટ્રોનો ચેપ પ્રસરેલો હોઈ હવે કોલેરાએ તેની હાજરી નોંધાવી છે. ચોમાસુ થરૂ થયું ત્યારથી આજ સુધી કોલેરાના મુંબઈમાં ૧૩ કેસ નોંધાયા છે. છેલ્લા આઠ દિવસમાં મુંબઈમાં ગેસ્ટ્રોના પ૨૩, મલેરિયાના ૨૨૮, લેપ્ટોના ૭, ડેગ્યૂના ૭ અને કોલેરાના ૧૨ દરદીઓ મળી આવ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. દક્ષિણ મુંબઈ સહિ‌ત મુલુંડ- ચેમ્બુર વિસ્તારમાં ગેસ્ટ્રોનો ચેપ પ્રસરેલો છે. આ વિસ્તારમાં દૂષિત પાણી પુરવઠો થતો હોવાથી આ વિસ્તારના પાણીના નમૂના પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, એમ મહાપાલિકાના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. અરુણ બામણેએ જણાવ્યું હતું.

ગેસ્ટ્રોનો ઉપદ્રવ ફેલાતો રોકવા કલોરિન ગોળીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.કોલેરાના ૧૨ દરદીએા પર જે.જે. અને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર કરી ઘરે જવા દેવામાં આવ્યા છે જયારે બે દિવસ પૂર્વે મળી આવેલા દરદીએા પર જે.જે. હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.