મુંબઈઃ મુંબઈના ઈસ્ટર્ન ફ્રી વે પર ચાર કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ જણનંુ મૃત્યુ થયું હતું અને ચાર જખમી થયા હતા. આ અકસ્માત મંગળવારે સવારે ચેંબુરથી વડાલા સર્જાયો હતો, જેને લીધે ટ્રાફિક વ્યવહાર કલાકો સુધી ઠપ થતાં નોકરીધંધે નીકળેલા લોકો હેરાન થઈ ગયા હતા.
ઈસ્ટર્ન ફ્રી વેમાં ચેંબુરથી વડાલા દરમ્યાન ડ્રાઈવરનંુ કાર પર નિયંત્રણ ન રહેતાં તેજ ગતિમાં જનારી તેની ઈનોવા ડિવાઈડર પાર કરીને સામેના રસ્તા પર ગઈ અને તે વખતે વિરુદ્ધ દિશાથી આવનારી ચાર કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ જણનંુ મોત થયું હતું. દરમિયાન અકસ્માતગ્રસ્ત કારને હટાવવામાં આવી તો પણ ઘાટકોપરથી
દક્ષિણ મુંબઈ તરફ આવનારો ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણ ખોરવાયો હતો. આ માર્ગ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. ઈસ્ટર્ન ફ્રી વેનો ટ્રાફિક ચેંબુર આરસીએફમાં વાળવામાં આવ્યો હતો. કુર્લા-વાકોલા માર્ગમાં બેસ્ટની બસ બંધ પડતાં એસસીએલઆર માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
સિગ્નલમાં ટેકનિકલ મુશ્કેલી આવતાં રેલવે સેવા ઠપ
સોમવાર રાતથી સતત મુશળધાર વરસાદ પડતા મધ્ય અને હાર્બર માર્ગમાં રેલવે સેવા ઠપ થઈ હતી. કુર્લા રેલવે સ્ટેશન નજીક સિગ્નલમાં બગાડ થતાં મધ્ય અને હાર્બર રેલવે સેવા પર અસર થતા અપ અને ડાઉન માર્ગમાં દરેક લોકલ 20-25 મિનિટ મોડી હતી.