તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબુ સાલેમને ઠાર મારવાની સુપારી આપનાર શકીલને બનાવ્યો ઉલ્લુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છોટા શકીલે સાલેમને મારવા માટે ૧પ દિવસ પૂર્વે જ રૂ. પ લાખ મોકલ્યા હતા

અંડરવર્લ્ડમાં જેના નામે ગુંડાઓ થરથર ધ્રૂજે છે એવા ગેન્ગસ્ટર છોટા શકીલને વચેટિયાએ ઉલ્લુ બનાવ્યો હોવાની માહિ‌તી બહાર આવી છે. તળોજા જેલમાં કુખ્યાત ગુંડા અબુ સાલેમને ઠાર મારવા માટે જેલની અંદર જ સબડતા ધનંજય જાધવ ઉર્ફે જેડીને વિદેશી પિસ્તોલ અપાવવા માટે મધ્યસ્થીને છોટા શકીલે રૂ. પ લાખ આપ્યા હતા, પરંતુ મધ્યસ્થીએ દેશી પિસ્તોલ પકડાવીને કમિશન મારી લીધું હતું.

જેડીએ જેલમાં સાલેમ પર બે ગોળી છોડી હતી. આમાંથી જ એક જ ગોળી સાલેમના હાથને સ્પર્શીને નીકળી ગઈ હતી. ત્રીજી ગોળી ચલાવતી વેળા રિવોલ્વર અટકીને તેમાંથી ગોળી જ છૂટી નહોતી, એમ ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું. છોટા શકીલે સાલેમને મારવા માટે ૧પ દિવસ પૂર્વે જ રૂ. પ લાખ મોકલ્યા હતા. જોકે વચેટિયાએ રૂ. ૨ લાખમાં દેશી રિવોલ્વર લઈને તે મોકલી દીધી હતી.