તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્ભપાત મુદ્દે રાજ્ય સરકાર મંતવ્ય રજૂ કરે, SCની કેન્દ્ર-રાજ્યનો નોટીસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના નિયમો બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ મોકલાવી છે. એક 24 અઠવાડિયાની ગર્ભવતી રહેલી મહિલાએ હાલના નિયમો ઉપર વિરોધ દર્શાવીને સુપ્રીમ કોર્ટમાં દાદ માગી છે. ગર્ભપાતની પરવાનગી માગી છે. જોકે ગર્ભધારણના 20 અઠવાડિયા પછી ગર્ભપાત કરી શકાય નહી, તેવો નિયમ છે. તેને લીધે આ નિયમને મહિલાએ પડકાર આપ્યો છે. એકટને લીધે આ મહિલા ગર્ભપાત કરી શકી ન હતી, એવી વિચારણા કરતી નોટિસ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને મોકલાવી છે.
સુપ્રીમકોર્ટે ગર્ભપાતના નિયમો મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ઈશ્યૂ કરી

મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એકટ 1971 અનુસાર 20 અઠવાડિયા કરતાં વધારે સમયથી ગર્ભવતી મહિલાનું ગર્ભપાત કરી શકાતું નથી. જોકે આ નિયમ ભૂલભર્યો હોવાનો દાવો, અરજીકર્તા મહિલાએ કર્યો છે. મહત્વનું એટલે કે સંબંધિત મહિલાને કથિત દુષ્કર્મને લીધે ગર્ભધારણ થયું છે. જો ગર્ભમાંનું ભ્રૂણ ખોડવાળું હોય તો તેનો મહિલાને ત્રાસ થાય છે. તેથી આવો ગર્ભ કાઢી નાખવાનું યોગ્ય છે, એમ અરજીકર્તા મહિલાનું કહેવું છે.
દુષ્કર્મને લીધે ગર્ભધારણ

તે ઉપરાંત લગ્નની લાલચ આપીને મારી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેને લીધે ગર્ભધારણ થયું હતું. મને ફસાવનારા યુવક વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તબીબી તપાસણીમાં ગર્ભવતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જોકે તે જ સમયે ગર્ભપાત કરી શકાય નહી તેમ પણ ડોકટરોએ જણાવ્યું હતું. પરંતુ પરિસ્થિતીને કારણે મારે ગર્ભપાત કરવાની જરૂરિયાત છે, એમ પીડિત મહિલાએ અરજીમાં જણાવ્યું હતું.

ડોકટરોનો નકાર

2 જૂન 2016ના રોજ ડોકટરોએ સંબંધિત મહિલાનો ગર્ભપાત કરવા માટે નકાર આપ્યો હતો. તે સમયે તેના ગર્ભધારણને 20 અઠવાડિયા પૂર્ણ થયા હોવાથી ડોકટરોએ નકાર આપ્યો હતો. જોકે સાલ 1971નો નિયમ ખોટો હોવાનો દાવો મહિલાનો છે. હવે સમય બદલાયો છે. તે નિયમને લીધે મારું વ્યક્તિગત અને સામાજિક જીવન પણ પ્રભાવિત થયું હોવાનું મહિલાએ જણાવ્યું છે. દરમિયાન સંબંધિત મહિલાની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી શુક્રવાર સુધીમાં મંતવ્ય મગાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો