તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાપાલિકા દ્વારા જમીન ફાળવણી સામેની અરજી સુધારવા 'આપ’ને મંજૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહાપાલિકા દ્વારા જમીન ફાળવણી સામેની અરજી સુધારવા 'આપ’ને મંજૂરી
- ૧૦ ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ એમસીએને પરવાનગી અપાઈ હતી


મહાપાલિકા અને મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ) વચ્ચે કાંદિવલીમાં જમીન ફાળવણી સંબંધે થયેલા સમજૂતી કરારને પડકારતી આમ આદમી પાર્ટી (આપ) દ્વારા કરાયેલી જાહેર હિ‌ત અરજીમાં સુધારો કરવા માટે ર્કોટે આપને મંજૂરી આપી છે. સપ્ટેમ્બરમાં આ જાહેર હિ‌ત અરજી કરાઈ હતી, જેમાં જમીન ફાળવણી અને તેના નિયમો અને શરતોને પડકારવામાં આવ્યાં હતાં. અરજદારે ગઈકાલે ર્કોટને જણાવ્યું હતું કે ૨૦૦૩ ફેબ્રુઆરીમાં જમીન ફાળવણી કરાઈ હતી. ૮ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ મહાપાલિકા અને એમસીએ વચ્ચે આ માટે સમજૂતી કરાર થયા હતા.

આ કરારને પડકારમાં આવ્યો હતો, પરંતુ હવે આપે આ અરજીમાં સુધારો કરીને નવેસરથી પડકાર ફેંકતી અરજી કરવા માટે મંજૂરી માગી હતી, જેને ર્કોટે મંજૂરી આપીને આ સુનાવણી ચાર સપ્તાહ પછી કરવાનો નિર્ણય લીધો હતો. અરજી મુજબ એમસીએને ૩૯,૯પ૦ ચોરસમીટરની જમીન યુવાનોને ક્રિકેટની તાલીમ આપવા માટે અપાઈ હતી, પરંતુ હવે એમસીએ તેનો વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ કરે છે. એમસીએના તત્કાલીન પ્રમુખ શરદ પવારે ફેબ્રુઆરી ૨૦૦૩માં આ જમીન યુવાનો ક્રિકેટની તાલીમ આપવા માટે એમસીએને આપવામાં આવે એવો પત્ર મહાપાલિકાને લખ્યો હતો.

૧૦ ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ એમસીએને પરવાનગી અપાઈ હતી, પરંતુ આ જમીનની દેખભાળ, સુશોભિકરણ અને માવજત કરવાની જ પરવાનગી આપી હતી અને સ્ટોર રૂમ તથા વોચમેન ચોકી સિવાય કશું પણ બાંધકામ નહીં કરવાની શરત રાખી હતી. એપ્રિલ ૨૦૦૪માં એમસીએએ કેરટેકર ધોરણે કરાર પરિવર્તિ‌ત કરવા માટે અરજી કરી હતી, જેથી આ જગ્યામાં જિમખાનું, ક્લબ, સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, રિક્રિયેશન ગ્રાઉન્ડ વિકસાવી શકાય. મે ૨૦૦પમાં તેને મંજૂરી અપાઈ હતી અને ૧૧ જૂન, ૨૦૧૨ના રોજ કેરટેકર કરાર કરાયા હતા. આ નિયમો અને શરતોમાં ફેરફારને આપ પડકારવા માગે છે. આથી તેણે અરજીમાં સુધારો કરવા માટે પરવાનગી માગી હતી, જે તેને મળી ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો