તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Aamir's Brother Land Sold Of Spurious Document In Mumbai Latest News

આમિરના ભાઈની જમીન નકલી દસ્તાવેજથી વેચાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ:ખોટા દસ્તાવેજો દ્વારા આમીર ખાનના ભાઈ મનસુર નાસીર હુસેન અને શોભા રાજકુમાર રાજપાલની માલિકીની ભિલાર (તાલુકો મહાબળેશ્વર) ખાતેની જમીન એક મહિલાએ વેચી નાખી હોવાની બાબત પ્રકાશમાં આવી હતી. સંશયિત મહિલા અને એના પુત્રની શોધ ચાલુ છે. તેમણે આ દસ્તાવેજમાં કોલ્હાપુરનું એડ્રેસ આપ્યું છે. આ પ્રકરણે એક વકીલ સહિત 9 જણા વિરુદ્ધ પંચગિની પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શોભા રાજપાલ સંજય દત્તના વકીલ વાધવાના પુત્રી છે. મનસુર ખાન અને શોભા રાજપાલની ભિલાર ખાતે સહિયારી માલિકીની નોન-એગ્રીકલ્ચર જમીન છે.
સંશયિત મહિલાએ શોભા રાજપાલ હોવાનો ડોળ કરી એમના નામથી કોલ્હાપુરનુંના એડ્રેસવાળા નકલી ઈલેક્શન આઈકાર્ડ અને આધાર કાર્ડ રજૂ કર્યા હતા. એના આધારે એ મહિલા અને એના પુત્રએ સંબંધિત જમીનનો વ્યવહાર દિલીપ ગોળે (ભૌસેના રહેવાસી) અને લક્ષ્મણ તુકારામ મોરે (પંચગિનીના રહેવાસી) સાથે 50 લાખ રૂપિયામાં નક્કી કર્યો હતો. આ વ્યવહારની માહિતી મળતા જ શોભા રાજપાલે એની વિરુદ્ધ વાંધો ઉઠાવતા એડવોકેટ રામદાસ માનેને આ સોદાનો વ્યવહાર ન કરવા જણાવ્યું હતું.