• Gujarati News
  • Aamir Khan Will Be Taught Lessons Of Save Water In Mumbai Latest News

મુંબઈ:આમીર ખાન હવે પાણી બચાવવાના પાઠ ભણાવશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: આમીર ખાન)
-શિવાર યોજના માટે જનજાગૃતિનું કામ કરશે

મુંબઈ:સામાજિક સમસ્યાઓ પર મત વ્યક્ત કરતો પરફેક્શનિસ્ટ આમીર ખાન હવે મહારાષ્ટ્રની જળયુક્ત શિવાર યોજના માટે જનજાગૃતિ કરશે એમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું હતું. મહારાષ્ટ્ર અને દેશને સ્વચ્છ રાખવાની ઈચ્છા તમારામાં નિર્માણ થશે તો મહારાષ્ટ્ર દેશનું કચરામુક્ત પ્રથમ રાજ્ય બનશે એમ આમીર ખાને જણાવ્યું હતું.
નગરવિકાસ વિભાગ મારફત સ્વચ્છ મહારાષ્ટ્ર અભિયાન અંતર્ગત કોકણ વિભાગ દ્વારા સંકલ્પ સ્વચ્છતાનો એ વિષય પર વર્કશોપ સહ્યાદ્રી અતિથિગૃહમાં આયોજિત કરવામાં આવી હતી. એ સમયે મુખ્યમંત્રી ફડણવીસ અને સ્વચ્છ ભારત અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર આમીર ખાને સ્વચ્છ મહારાષ્ટ્ર અભિયાન અને જળયુક્ત શિવાર યોજના માટે જનજાગૃતિ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. કેટલાક દિવસ પહેલાં આમીર ખાને એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં દુકાળ ઓછો થવા માટેની ઉપાયયોજનાઓ બાબતે પોતે સહકાર્ય કરશે એમ જણાવ્યું હતું.
એ અનુસાર એણે પોતે આ બાબતે અભ્યાસ કર્યો હતો. આમીર હવે જળયુક્ત શિવાર યોજના બાબતે નાગરિકોમાં જનજાગૃતિ કરશે એમ મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું. કોઈ પણ બાબતની ઈચ્છા ન હોય તો એ સાધ્ય થતી નથી. તેથી મહારાષ્ટ્ર અને એ રીતે દેશ સ્વચ્છ રાખવાની ઈચ્છા નિર્માણ થશે તો મહારાષ્ટ્ર દેશનું પ્રથમ કચરામુક્ત રાજ્ય બનશે એવો વિશ્વાસ આમીરે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુંબઈના મેયર સ્નેહલ આંબેકર પણ ઉપસ્થિત હતા.

એનસીપી લાલઘુમ
રાજ્ય સરકારે સ્વચ્છતા અભિયાન માટે અભિનેતા આમીર ખાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તી કરીને સંત ગાડગેબાબાનું નામ કાઢી નાખ્યું હોવાનો આરોપ રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ કર્યો હતો. ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી આર.આર.પાટીલની સંકલ્પનામાંથી સંત ગાડગેબાબા ગ્રામસ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
પછી આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવ્યું હતું. ફડણવીસ સરકારે સંત ગાડગેબાબાનું નામ કાઢીને આમીર ખાનને સ્વચ્છતા અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો. તેથી સરકાર કેટલા નીચા સ્તરે જઈ શકે છે એ દેખાય છે. આ કામથી સરકારે સંત ગાડગેબાબાનું અપમાન કર્યું છે એવો આરોપ તટકરેએ કર્યો હતો.