આરોપ / #MeToo: બોલિવૂડ ડિરેક્ટર રાજુ હિરાણી પર આસિસ્ટન્ટનો યૌન શોષણનો આરોપ

રાજકુમાર હિરાણીની ફાઈલ તસવીર
રાજકુમાર હિરાણીની ફાઈલ તસવીર
X
રાજકુમાર હિરાણીની ફાઈલ તસવીરરાજકુમાર હિરાણીની ફાઈલ તસવીર

  • 'સંજુ' ફિલ્મની આસિસ્ટન્ટ ડિરેકટરે 6 મહિના સુધી યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો
  • યુવતીએ કહ્યું કે જો તે સમયે કંઈક બોલત તો તેની નોકરી જતી રહેત
  • વીધુ વિનોદ ચોપરા સાથેના સંબંધોમા તિરાડ

Divyabhaskar.com

Jan 13, 2019, 08:52 PM IST
મુંબઈઃ 'સંજુ', 'પીકે', 'મુન્નાભાઈ એમબીબીએસ', 'થ્રી ઈડિયટ્સ' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડિરેકટર રાજકુમાર હિરાણી પણ #Metooની ઝપેટમાં આવી ગયા છે. રાજકુમાર પર 'સંજુ' ફિલ્મમાં તેની આસિસ્ટન્ટ રહી ચૂકેલી યુવતીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આસિસ્ટન્ટ ડિરેક્ટરના મતે, ફિલ્મ 'સંજુ'ના પોસ્ટ પ્રોડક્શન દરમિયાન તેનું શોષણ કરવામાં આવ્યું હતું. જોકે, રાજકુમાર હિરાણીએ આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. પીડિતાના મતે, છ મહિના સુધી ઘર તથા ઓફિસમાં તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે જો તે સમયે કંઈક બોલત તો તેની નોકરી જતી રહેત. 
1. વિધુ વિનોદ ચોપરાએ સંબંધો તોડ્યા
પીડિતાએ કહ્યું હતું કે તે સમયે તેના માટે નોકરી બચાવવી જરૂરી હતી. જો તે અધવચ્ચે ફિલ્મ છોડી દેત તો રાજકુમાર હિરાણી તેને ઈન્ડસ્ટ્રીમાં બદનામ કરી નાખત. પીડિતાના મતે, તેણે ફિલ્મના પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરાને આ અંગે ફરિયાદ કરતો ઈમેલ કર્યો હતો. એક હેવાલ મુજબ વિધુ વિનોદ ચોપરાએ રાજકુમાર હિરાણી સાથેના સંબંધોનો અંત લાવવાનો હાલ પુરતો નિર્ણય કર્યો છે. વિધુ વિનોદ તથા રાજકુમારે 'એક લડકી કો દેખા તો એસા લગા' ફિલ્મ બનાવી છે. જોકે, પોસ્ટરમાંથી રાજકુમાર હિરાણીનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. વિધુ વિનોદ ચોપરાની પત્ની અનુપમા ચોપરાએ કહ્યું હતું કે તે પીડિતાની સાથે છે. પીડિતા તેમના ઘરે બે રાત રોકાઈ હતી. તેણે અને તેના પતિ વિધુએ પીડિતાને શક્ય તેટલી તમામ મદદ કરવાનું વચન આપ્યું છે.
2. પીડિતાને શક્ય તેટલી મદદ કરવા તૈયારઃ અભિજાત
ફિલ્મ સ્ક્રિપ્ટ રાઈટર અભિજાત જોષીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે તેમને પીડિતાની ફરિયાદ અંગેની માહિતી છે. તે પીડિતાને શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.
3. આ સેલેબ્સ પર લાગી ચૂક્યો છે આરોપ
2018માં બોલિવૂડમાં મીટૂ કેમ્પેઈનમાં અનેક જાણીતા સેલેબ્સ ફસાઈ ચૂક્યા છે. જેમાં નાના પાટેકર, સાજીદ ખાન, આલોક નાથ, વિકાસ બહલના નામો આવ્યા છે. સાજીદ ખાન તથા નાના પાટેકરનું નામ આવતા અક્ષય કુમારે 'હાઉસફૂલ 4'માં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ બંનેને ફિલ્મમાં હટાવી લેવામાં આવ્યા હતાં. તો વિકાસ બહલનું નામ આવતા રીતિક રોશને 'સુપર 30'માં કામ કરવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે તનુશ્રી દત્તાએ મીટૂ કેમ્પેઈન શરૂ કર્યું હતું. 2008માં 'હોર્ન ઓકે'ના એક ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેને અસહજ રીતે ટચ કરી હતી. તનુશ્રીએ પોલીસ ફરિયાદ પણ કરી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી