મુંબઇ / PUBG રમવા પરિવારે ફોન ન અપાવતા કિશોરનો આપઘાત

Divyabhaskar.com | Updated - Feb 04, 2019, 12:55 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  •  સગીરને 37000નો ફોન જોઇતો હતો,માતા-પિતા 20000નો અપાવવા તૈયાર હતા
     

મુંબઇ: નવ યુવાનો સહિત બાળકો અને ઘરડાઓને પણ ઘેલું લગાડનારી પબજી ગેમ પાછળ લોકો કેટલી હદે જઇ રહ્યા છે. તેનો તાજો કિસ્સો મુંબઇમાં બન્યો છે. અહીંના એક 18 વર્ષના કિશોરે પબજી રમવા માટે નવો સ્માર્ટ ફોન નહીં મળતા આત્મહત્યા કરી લીધી. મુંબઇના કુર્લા નેહરુ નગરમાં રહેતા આ કિશોરને રૂ.37000નો નવો ફોન જોઇતો હતો પરંતુ પરિવારવાળા 20000 સુધીનો ફોન અપાવવા તૈયાર હતા. છતાં તે માન્યો નહીં અને ઘરમાં પંખા પર દોરી બાંધી ફાંસીએ લટકી ગયો.

એક બાળકની પબજી બંધ કરાવવા હાઈકોર્ટમાં અરજી
1.મુંબઇનાં જ એક 11 વર્ષના કિશોરે પોતાની માતાના માધ્યમથી હાઇકોર્ટમાં અરજી કરી પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. તેણે અરજીમાં જણાવ્યું છે કે આવી ગેમ્સ હિંસા અને આક્રમકતા તેમજ સાઇબર ગુનાને પ્રોત્સાહિત કરે છે.
ગુજરાત પ્રતિબંધની તરફેણમાં
2.ગુજરાત સરકારે પણ પબજી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવા કેન્દ્ર સરકારને કાર્યવાહી કરવાની માગ કરી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે પબજીથી બાળકોની માનસિકતા અને તેમના અભ્યાસ પર અસર થઇ રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App