ઓનલાઈન ફ્રોડ / ઓનલાઈન ફ્રોડઃ મુંબઈમાં ગુજરાતી પટેલ પરિવારના જીયો ના નામે ક્રેડિટ કાર્ડમાંથી 55 હજાર ઉપડી ગયા

DivyaBhaskar.com

Nov 29, 2018, 07:51 PM IST
ઘટના દર્શાવવા ગ્રાફિકલ પ્રતિકાત્મક ફોટો લીધેલો છે
ઘટના દર્શાવવા ગ્રાફિકલ પ્રતિકાત્મક ફોટો લીધેલો છે

*મોબાઈલમાં જીયો પ્રાઈમ મેમ્બરની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી

*હજુ બેંક ઓફિસર પાસે ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવે ત્યાં તો બે ટ્રાન્ઝેક્શન થઈ પણ ગયા

મુંબઈઃ શહેરના બોરીવલી વિસ્તારમાં વર્ષોથી રહેતાં અને મુળ ગુજરાતી પટેલ પરિવાર સાથે ઓનલાઈન ફ્રોડ થયો છે. મુળ પાટણના સંજય પટેલ અને તેમના પત્ની પલ્લવીબેનને જીયોના નંબરમાં સવારે કંપનીના નામે ફોન આવ્યો જેમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ગઠિયે દૂર બેઠા બેઠા ક્રેડિટ કાર્ડમાંથી 55 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

જીયો એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરીને રૂપિયા ઉપડી ગયા

સાહેબ આપ જીયોના પ્રાઈમ મેમ્બર છો તમે તમારા ફોનમાં જીયો એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરી 51 રૂપિયાનું રિચાર્જ કરી દો એટલે 3 GB ઇન્ટરનેટ 1 વર્ષ સુધી ફ્રિ મળશે. ચાલુ ફોને સંજયભાઈએ જીયોના ફોન નંબર વાળા ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી રિચાર્જ કરવાનું ટ્રાન્ઝેક્શન કર્યું તે સાથે જ ગઠિયાએ ક્રેડિટ કાર્ડમાંથી ટ્રાન્ઝેક્શન કરવાની શરૂઆત કરી દીધી.

સ્ટાન્ડર્ડ ચાર્ટ્ડ અને SBIના ક્રેડિટ કાર્ડમાંથી 55 હજાર ઉપડી ગયા

પહેલું રિચાર્જ કરતાં સ્ટાન્ડર્ડ ચાર્ટ્ડ ક્રેડિટ કાર્ડમાંથી એકપછી એક 35 હજાર રૂપિયા અન્ય પ્રાઈવેટ કંપનીઓના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ ગયાં. જ્યારે સંજયભાઈ તેમના પત્નીના જીયોના નંબર પર રિચાર્જ કર્યું ત્યારે SBIના ક્રેડિટ કાર્ડમાંથી 9999 અને પછી 5 હજારના બે ટ્રાન્ઝેક્શન એમ 20 હજાર રૂપિયા ઉપડી ગયા.


X
ઘટના દર્શાવવા ગ્રાફિકલ પ્રતિકાત્મક ફોટો લીધેલો છેઘટના દર્શાવવા ગ્રાફિકલ પ્રતિકાત્મક ફોટો લીધેલો છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી