ભાસ્કર વિશેષ / જોબ ફર્મ ‘ઈનડીડ’નો સરવે: જો ઘરેબેઠા કામ મળે તો અડધા લોકો નોકરી છોડવા તૈયાર

Divyabhaskar.com | Updated - Feb 13, 2019, 03:55 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • જોબ ફર્મ ‘ઈનડીડ’નો સરવે: રિમોટ વર્કિંગ પોલિસીથી પ્રોડક્ટિવિટી વધે છે  
  •  48 ટકા નોકરી બદલવા અને 53 ટકા ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર

મુંબઈ: જો ઘરે બેઠાબેઠા કામ કરવાનો વિકલ્પ મળે તો દેશમાં અડધા લોકો નોકરી છોડવા તૈયાર છે. જોબ ફર્મ ‘ઈનડીડ’ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જે કંપનીઓ ઘરથી કામ કરવાની (રિમોટ વર્કિંગ) સુવિધા નથી આપતી ત્યાંના 73 ટકા કર્મચારીઓ ઈચ્છે છે કે તેમને ઘરેથી કામ કરવાનો વિકલ્પ મળવો જ જોઈએ. આ પૈકી 53 ટકા લોકો તો ઘરે બેસીને કામ કરવા મળે તો ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર છે. આ સર્વેક્ષણમાં સામેલ 42 ટકા લોકોએ કબૂલ્યું હતું કે તેમણે આ પ્રકારની નોકરી શોધવાની શરૂઆત પણ કરી દીધી છે. 

કંપનીઓ કર્મચારીઓને આકર્ષવા રિમોટવર્ક પોલિસી અપનાવી રહી છે
1.જોબ ફર્મ ‘ઈનડીડ’ માટે યુકેની કન્સલ્ટન્સી ‘સેન્સસવાઈડ’એ આ સર્વેક્ષણ કર્યું હતું. આ માટે તેણે દેશની 501 કંપનીના 1001 કર્મચારીઓને સવાલ પૂછ્યા હતા. જે કંપનીઓના કર્મચારીઓ સાથે વાત થઈ તે એચઆર, આઈટી, ટેલિકોમ, ફાઈનાન્સ, સેલ્સ, મીડિયા, માર્કેટિંગ, રિટેલ, કેટરિંગ, હેલ્થકેર, યુટિલિટીઝ અને ટ્રાવેલ-ટ્રાન્સપોર્ટ જેવાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી હતી. આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે અનેક કંપનીઓ સારું ટેલન્ટ ધરાવતા કર્મચારીઓને આકર્ષવા રિમોટવર્ક પોલિસી અપનાવી રહી છે. 
2.આ સર્વેક્ષણમાં સામેલ 99 ટકા કંપનીઓએ કહ્યું હતું કે રિમોટ વર્કિંગને સરળ બનાવવા માટે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ, લેપટોપ અને સ્માર્ટફોન જેવી ટેક્નોલોજીમાં રોકાણ કર્યું છે. જોકે, 47 ટકા કંપનીઓએ કહ્યું હતું કે ટેક્નોલોજીમાં રોકાણ કરવામાં ભારે અડચણ આવી રહી છે. આમ છતાં, 83 ટકા કંપનીઓ માને છે કે રિમોટ વર્કિંગના કારણે કર્મચારીઓની પ્રોડક્ટિવિટીમાં ઘણો વધારો થયો છે. આ સર્વેક્ષણ પ્રમાણે, રિમોટ વર્કિંગ પોલિસીનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો પ્રતિભાશાળી લોકોને આકર્ષવાનો ઉત્તમ ઉપાય બની શકે છે.
કર્મીઓએ ઘરેથી કામ કરવાના જણાવેલા 3 ફાયદા
3.
  • ઘરેથી કામ કરવાથી ઓફિસ અને ઘર વચ્ચે સારું સંતુલન રાખી શકાય છે. 
  • રિમોટ વર્કિંગ પસંદ કરનારા મોટા ભાગે યુવાનો છે અને તેમના મતે આ રીતે કામ કરવાથી તણાવ ઓછો અને ઉત્સાહ વધુ રહે છે. 
  • ઓફિસવર્ક પોતાની રીતે કરવાની સરળતાના કારણે સારાં પરિણામો આપી શકાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App