મારપીટ/ મુંબઈમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલને યુવકે થપ્પડ મારી, સમર્થકોએ યુવકને ફટકાર્યો

મુંબઈ પાસે એક ક્રાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા આઠવલે સાથે યુવકે મારપીટ કરી

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 10:59 AM

મુંબઈઃ RPI ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાથે મારપીટ કરવામાં આવી છે. મુંબઈ પાસે એક ક્રાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા આઠવલે સાથે એક યુવકે મારપીટ કરી છે. આ ઘટના પોલીસની હાજરીમાં થાણેના અંબરનાથમાં બની છે. થપ્પડ મારવાવાળા યુવકનું નામ પ્રવિણ ગૌસ્વામી છે ઘટના બાદ આઠવલેના સમર્થકોએ યુવકને પકડી લીધો હતો અને તેની ધોલાઈ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુંસાર અંબરનાથમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેઝ પરથી ઉતરતી વખતે એક યુવકે તેમને ગાલ ઉપર થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારીને યુવક ભાગવા જતો હતો ત્યારે તેમના સમર્થકોએ તેને પકડી લીધો હતો અને તેની ધોલાઈ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વપૂર્ણ છે કે મરાઠા આરક્ષણ ઉપર રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મરાઠા સમાજને આપવામાં આવેલું આરક્ષણ કોર્ટમાં ટકી શકશે નહી. તેઓ ઈચ્છતા હતા કે મરાઠા સમાજને આરક્ષણ મળે પરંતું રાજ્ય સરકારે જે પ્રકારે આરક્ષણ આપ્યું છે તે કાયદાકિય નથી. આઠવલે ઉપર કરવામાં આવેલા આ હુંમલાને આ નિવેદન સાથે જોડવામાં આવી રહ્યું છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App