Home » Maharashtra » Latest News » Mumbai » Gujarat Maharashtra Border Fire Brooke In Goods Train Due To 13 Train Canselled

ગુજરાત સરહદે દહાણું અને ઘોલવડ વચ્ચે માલગાડીમાં આગ લાગતાં 13 ટ્રેન કેન્સલ,મુસાફરો અટવાયાં

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 01:55 PM

મઘરાતે માલગાડીમાં આગ લાગતાં રેલવે વિભાગ આવ્યું હરકતમાં, અપ ડાઉન લાઈનની ટ્રેન કેન્સલ કરાઈ

  • મઘરાતે માલગાડીમાં આગ લાગતાં રેલવે વિભાગ આવ્યું હરકતમાં

    સુરતઃ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આવેલા દહાણું અને ઘોલવડ વચ્ચે ગુરૂવારે મધરાતે માલગાડીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાના પગલે 13 જેટલી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી. તો 3 ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની સાથે અમુક ટ્રેનને રસ્તામાં જ અટકાવી દેવાની ફરજ પડી હતી. જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેન વ્યવહારને પૂર્વવત કરવા માટે રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું.

    મધરાતે રેલવે ટ્રેક પર દેખાયા આગના ગોટા

    મહારાષ્ટ્રના દ્હાણું અને વાનગાંવ વચ્ચેથી પસાર થતી માલગાડીના કન્ટેનરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી રેલવે ટ્રેક પર આગના ગોટે ગોટા દેખાવા લાગ્યાં હતાં. માલગાડીને થંભાવી દઈને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યાં હતાં. આગ પર કાબુ મેળવાતા સુધીમાં અને ટ્રેક પર પૂર્વવત સ્થિત લાવવા સુધીમાં ઘણી ટ્રેનો રદ્દ કરવાની તંત્રને પરજ પડી હતી.

    13 ટ્રેન કરાઈ કેન્સલ

    માલગાડીમાં આગ લાગ્યા બાદ રેલ તંત્ર દ્વારા આગમાં ભસ્મીભૂત થયેલા ડબ્બાને દૂર કરવા માટેની કામગીરી ચાલુ થઈ હોવાથી બન્ને તરફની લાઈનોને અસર પહોંચી હતી. ટ્રેનોના સમયપત્રક ખોરવાઈ ગયા હતાં. જેથી 13 જેટલી ટ્રેનને કેન્સલ કરી દેવામાં આવી હતી. અમદાવાથી ઉપડતી કર્ણાવતીને વલસાડથી પરત કરવામાં આવી હતી.

    મુસાફરો અટવાયાં

    દિવાળીના તહેવારોની સિઝનમાં લોકો ટ્રેન દ્વારા વધુ મુસાફરી કરતાં હોવાથી રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. આગના કારણે ડબ્બો રેલવે ટ્રેક સાથે ચોંટી ગયો હોવાથી ટ્રેક કાપી નાખીને ડબ્બો દૂર કરવામાં આવ્યો હતો. ટ્રેન વ્યવહાર પૂર્વવત ન થયો હોવાથી મુસાફરોને ટ્રેન પર જ તપ ધરવાનો વારો આવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ