મહારાષ્ટ્ર સરકારનું મોટું પગલું/ મરાઠા અનામત વિધેયકને ફડણવીસ કેબિનેટની મંજૂરી

Bhaskar News

Bhaskar News

Nov 19, 2018, 01:21 AM IST
દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારે મોટું પગલું લીધું છે. કેબિનેટે મરાઠા અનામત માટેના બિલને મંજૂરી આપી દીધી છે તેની સાથે જ રાજ્યમાં મરાઠા અનામતનો માર્ગ મોકળો થઈ ગયો છે. અગાઉ સીએમ ફડણવીસે ગુરુવારે અહેમદનગરમાં આ મામલે કહ્યું હતું કે ‘ડિસેમ્બરમાં ઉજવણી કરવાની તૈયારી કરો.’ રવિવારે સીએમ ફડણવીસે કેબિનેટના નિર્ણયની માહિતી આપતાં જણાવ્યું કે મરાઠા સમાજને અનામત આપવા અંગે સંમતિ સધાઈ ચૂકી છે. આ સંબંધમાં કેબિનેટની બેઠક દરમિયાન SEBC બિલ પર મહોર લાગી ગઈ છે. સરકારનું માનવું છે કે, મરાઠા સમુદાય શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત થયું છે.

અનામત ટકાવારી અંગે નિર્ણય સબકમિટી કરશે

ફડણવીસે કહ્યું કે ‘અમને પછાત વર્ગ આયોગનો રિપોર્ટ મળ્યો હતો. જેમાં 3 ભલામણો કરાઈ છે. મરાઠા સમુદાયને SEBC હેઠળ અનામત આપવામાં આવે. અમે આયોગની ભલામણોનો સ્વીકાર કરી લીધો છે અને તેના અમલ માટે એક કેબિનેટ સબકમિટી બનાવી છે. આ કમિટી જ મરાઠા સમુદાયને અનામત ટકાવારી અંગેનો નિર્ણય કરશે. આયોગનો રિપોર્ટ અને મરાઠા અનામત બિલ શિયાળુ સત્રમાં વિધાનસભામાં રજૂ કરાશે.

X
દેવેન્દ્ર ફડણવીસદેવેન્દ્ર ફડણવીસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી