ઠંડીની મૌસમમાં ચોમાસાનો નજારો: મહારાષ્ટ્રના નંદુરબારમાં કમોસમી વરસાદથી નદીમાં પુર

નંદુરબાર જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ઠંડીનું પ્રમાણ વધી ગયુ છે

DivyaBhaskar.com | Updated - Nov 20, 2018, 10:25 PM

મુંબઈ: ગુજરાત રાજ્યના અડીને આવેલા મહારાષ્ટ્રનાં નંદુરબાર પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ નદી નાળામાં પુર આવ્યાં હતા. પશુપંખીઓ માટે ખુશીનો માહોલ છે. પરંતુ ખેડૂત માટે દુ:ખનો માહોલ જોવા મળ્યો છે. ખેતરોમાં પાણી ફરી વળતા રબ્બી પાકને નુકસાન થયું છે. ઠંડીના મૌસમમાં ચોમાસાનો નજારો જોવા મળ્યો હતો.

નંદુરબાર જિલ્લાના અલગ અલગ ક્ષેત્રમાં કમોસમી વરસાદ

મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર શહેરમાં અને આજુ બાજુના વિસ્તારમાં સોમવારે બપોરે 3:30 સુધી અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે નંદુરબાર જિલ્લાના અલગ અલગ ક્ષેત્રમાં કમોસમી વરસાદ થઈ સોમવારે સાંજે નંદુરબારના શનિમાંડળ ગામમાં કમોસમી વરસાદથી નદીમાં પુર આવતાં ચકરાઈ મચી ગયી હતી. નંદુરબાર જિલ્લા પૂર્વ વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આ વર્ષ સૌથી ઓછી વરસાદ નંદુરબાર જિલ્લાના પૂર્વ વિસ્તારમાં થયો હતો.

નંદુરબાર જિલ્લાના શનિમાંડળ, વાવડ વિસ્તારમાં સોમવારે સાંજે અને રાત્રે કમોસમી વરસાદ પડતાં નદીમાં પુર આવ્યું હતું.આ વર્ષ શનિમાંડળ વિસ્તારનાં ગ્રામજનો ચોમાસામાં પુર જોવા મળ્યું નહી. પરંતુ કમોસમી વરસાદમાં નદીને પુર જોવાં મળ્યું છે. આ પુરથી પશુ ના પીવાના પાણીની સમસ્યા દુર થઈ છે. પરંતૂ રબ્બી હંગામના પાકનો નુકસાન થયો છે. કમોસમી વરસાદ થઈ પૂર્વ વિસ્તારમાં વરસાદ કારણે ખેડૂતોને થોડા પ્રમાણમાં નુકસાન થયો છે. મહારાષ્ટ્ર રાજ્યના સરકારને નંદુરબાર જિલ્લામાં ઓછી વરસાદના કારણે નંદુરબાર, નવાપુર, તળોદા આ 3 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે.

થોડી ખુશી થોડા ગમનો માહોલ


નંદુરબાર જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ઠંડીનો પ્રમાણ વધી ગયુ છે. શનિમાંડળ અને વાવડ વિસ્તારમાં નદીને પુર આવતાં અને નાના ડેમમાં પાણી આવતાં થોડા સમય સુધી ખેડૂત થોડી ખુશી થોડા ગમનો માહોલ સર્જયો છે.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

ઠંડીના મૌસમમાં ચોમાસાનો નજારો જોવા મળ્યો
ઠંડીના મૌસમમાં ચોમાસાનો નજારો જોવા મળ્યો
ખેતરોમાં પાણી ફરી વળતા રબ્બી પાકને નુકસાન
ખેતરોમાં પાણી ફરી વળતા રબ્બી પાકને નુકસાન
X
ઠંડીના મૌસમમાં ચોમાસાનો નજારો જોવા મળ્યોઠંડીના મૌસમમાં ચોમાસાનો નજારો જોવા મળ્યો
ખેતરોમાં પાણી ફરી વળતા રબ્બી પાકને નુકસાનખેતરોમાં પાણી ફરી વળતા રબ્બી પાકને નુકસાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App