મરાઠા અનામત, 1લીએ ઉજવણી માટે તૈયાર રહો: મહારાષ્ટ્ર સીએમ

Bhaskar News

Bhaskar News

Nov 16, 2018, 12:38 AM IST
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ: મરાઠા સમાજને શૈક્ષણિક અને સરકારી નોકરીમાં અનામત આપવા નિયુક્ત કરવામાં આવેલા પછાતવર્ગ આયોગનો અહેવાલ ગુરુવારે રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં મરાઠા સમાજને 10 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાનમાં અહમદનગર ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક રેલીને સંબોધતા કરતા કહ્યું કે પછાત વર્ગનો અહેવાલ મળી ગયો છે અને 1 ડિસેમ્બરે ઉજવણીની તૈયારી કરો. અહેવાલમાં એવું સૂચન કરાયું છે કે ઓબીસીને આપેલી અનામતમાં છેડછાડ કર્યા વિના મરાઠા સમુદાને શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામત આપો.

X
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસમહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી