મુંબઈમાં 30 હજાર ખેડૂતોની રેલી, સરકારે તમામ માંગ સ્વીકારી

Bhaskar News

Bhaskar News

Nov 23, 2018, 12:48 AM IST
30,000 farmers rally in Mumbai, the government accepted all the demands

મુંબઈ: મુંબઈના માર્ગો પર મહારાષ્ટ્રના લગભગ 30 હજાર ખેડૂતોએ ગુરુવારે રેલી કાઢી હતી. સરકાર સમક્ષ દેવા માફી અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રાહત સહિતની અનેક માગ કરવામાં આવી હતી. થાણેથી આવેલા આ ખેડૂતો લોકસંઘર્ષ મોરચાના નેજા હેઠળ આઝાદ મેદાન ખાતે ભેગા થયા હતા. તેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પણ હતા. ખેડૂતોએ બપોરે વિધાનસભા ગૃહસમક્ષ રેલી શરૂ કરી હતી. સાંજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ખેડૂતો વચ્ચે વિધાનસભા ખાતે વાતચીત થઈ હતી. સરકારે ખેડૂતોની તમામ માંગ સ્વીકારવાનું લેખિતમાં આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રી સાથેની વાતચીત સમયે મંત્રી ગિરીશ મહાજન પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે આદિવાસીઓની જમીનના મુદ્દે ખેડૂતોમાં ગેરસમજ છે. આ ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરાશે.

એનસીપી, મનસેએ પણ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો

આંદોલનની આગેવાની ખેડૂત આદિવાસી લોકસંઘર્ષ સમિતી કરી રહી છે. આંદોલનને કોંગ્રેસ, એનસીપી અને મનસે તરફથી પણ ટેકો પ્રાપ્ત થયો છે. એનસીપીના બે ધારાસભ્યો પ્રીતિ ચૌહાણ અને શશીકાંત સિંદે તથા મનસેના વડા રાજ ઠાકરે આઝાદ મેદાન ખાતે ખેડૂતોની મુલાકાત લીધી હતી.

X
30,000 farmers rally in Mumbai, the government accepted all the demands
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી