26/11 ના 10 વર્ષ: એક ટીમ લીડરની જુબાની-પોલીસમાં એટલો ગુસ્સો હતો કે કસાબને મારી નાખત

Bhaskar News

Bhaskar News

Nov 26, 2018, 10:38 AM IST
મીરા ચઢ્ઢા બોરવાંકર,  માજી IPS અધિકારી
મીરા ચઢ્ઢા બોરવાંકર, માજી IPS અધિકારી
અશોક કામટે, એસીપી મુંબઈ પોલીસ
અશોક કામટે, એસીપી મુંબઈ પોલીસ
હેમંત કરકરે, મુંબઈ એટીએસ ચીફ
હેમંત કરકરે, મુંબઈ એટીએસ ચીફ
વિજય સાલસ્કર, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ
વિજય સાલસ્કર, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ

- પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓએ મુંબઇ પર હુમલો કર્યો હતો

મુંબઈ: તે દિવસે હું દિલ્હીમાં હતી. ભત્રીજીના લગ્નના ભારે થાક પછી હું ગાઢ ઊંઘમાં હતી. ત્યારે જ ભાઇએ ઉઠાડી દીધી અને પૂછ્યું શું તમે હેમંત કરકરેને ઓળખો છો? મારો જવાબ હતો-હાં...હાં. ભાઇએ કહ્યું ‘તેઓ નથી રહ્યા’. મારા માટે એ અવિશ્વસનીય હતું. એક સાંજ પહેલાં ન્યૂઝ મળ્યા હતા કે મુંબઇના કોલાબામાં બે જુથો વચ્ચે ઝઘડો થયો અને હવે હેમંતના ન્યૂઝ. હું રજા કેન્સલ કરી પૂણેના સીઆઇડી હેડક્વાર્ટર પહોંચી. પરંતુ હું ત્યાં પહોંચું તે પહેલાં હેમંતનું અંતિમ સંસ્કાર જ બાકી રહ્યું હતું.


હેમંત કરકરે: હેમંતને હું 20 વર્ષથી ઓળખતી હતી. તેઓ પહેલાં કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરતા હતા, પછી લોકોની સેવા માટે પોલીસમાં જોઇન થયા હતા. એ જ કારણ હતું કે હેમંત બહુ વયસ્ત પ્રકારના હતા. લોકો સુધી પહોંચવા, તેમની મદદ કરવા ઉપરાંત તેમની કમ્યુનિકેશન સ્કિલ પણ ગજબની હતી. જ્યારે હું મુંબઇ ક્રાઇમ બ્રાંચની જોઇન્ટ કમિશનર હતી. ત્યારે એક દિવસ હેમંત મારી ચેમ્બરમાં આવ્યા. કહ્યું કે તેઓ ફરીથી માહારાષ્ટ્ર પોલીસને રિપોર્ટ કરશે, જેથી એટીએસને લીડ કરી શકે. તેમની વાત સાંભળી હું હેરાન હતી. ત્યારે તેઓ મોટા એસાઇનમેન્ટ માટે વિદેશમાં તહેનાત હતા. હવે હું જાણી ગઇ હતી કે હેમંત એ સારી રીતે જાણે છે કે તેમને શું કરવું છે? હેમંત દેશ માટે શહીદ થયા.

અશોક કામટેની: મારા ચાર્જ સંભાળ્યા પહેલાંથી અશોક સતારા પોલીસના ચીફ હતા. મેં તેમના વિશે સાંભળ્યું હતું કે તેઓ યુવા અને ડાયનેમિક ઓફિસર છે. ગેરકાયદે દારુ અને જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે. ખોટા કામ બદલ મોટો-મોટા નેતાઓને પણ છોડતા ન હતા. તેથી શોલાપુરમાં તેમની હીરોની છબી હતી. મને યાદ છે કે એક વખત અશોકે મને થાણે એસપી તરીકે ડિનર પર બોલાવ્યો હતો. આશરે એક કલાક સુધી તો તેઓ મને પોતાના અંગત શસ્ત્રોનું કલેક્શન જ બતાવતા રહ્યા. ડિનર પણ મોડેથી કરી શક્યા. આ તેમના જનૂનની હદ હતી.

વિજય સાલસ્કર: જેમની સાથે મેં 3 વર્ષ મુંબઇ ક્રાઇ બ્રાંચમાં કામ કર્યું. વિજયની બે ઓળખ હતી. ક્રાઈમ સારા ડ્રેસ-અપમાં રહેવું અને બધા જોડે પ્રેમથી વાત કરવી. તેમને જોઇને અંદાજ લગાવી ન શકાતો કે તેઓ મુંબઇના સૌથી જાંબાજ ઓફિસર છે. વિજયનું ઇન્ફરર્મેશન સોર્સ કમાલનું હતું. તેઓ આ સોર્સ અંગે બહુ સંવેદનશીલ પણ રહેતા હતા. વિજય અને તેમની ટીમમાં પણ ગજબનું બોંડિંગ અને પરસ્પર સંમાન હતું.

મુંબઇ પોલીસ હુમલામાં આપણ આ ત્રણેયને ગુમાવી દીધા. ત્યારે આપણે પોલીસ કર્મી એટલા ગુસ્સામાં હતા કે તેઓ કસાબને મારી નાંખવા માગતા હતા. પરંતુ બધાએ સમજદારીથી કામ લીધું. કારણ કે કસાબ થકી આપણે પાકિસ્તાનના બીજા ષડયંત્રને પણ ઉજાગર કરી શકવાના હતા. જે બહાર પણ આવ્યું. મારા માટે કસાબ આતંકવાદ વિરુદ્ધ આપણી ઓછી તૈયારીઓનો પ્રતીક હતો... જે અંતનો તે હકદાર હતો, તે જ તેને મળ્યો.’

વધુ માહિતી માટે આગળ વાંચો.... ‘ફાંસીની પ્રક્રિયા ટીમને નીચોવી નાંખે છે’

X
મીરા ચઢ્ઢા બોરવાંકર,  માજી IPS અધિકારીમીરા ચઢ્ઢા બોરવાંકર, માજી IPS અધિકારી
અશોક કામટે, એસીપી મુંબઈ પોલીસઅશોક કામટે, એસીપી મુંબઈ પોલીસ
હેમંત કરકરે, મુંબઈ એટીએસ ચીફહેમંત કરકરે, મુંબઈ એટીએસ ચીફ
વિજય સાલસ્કર, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટવિજય સાલસ્કર, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી