Home » Maharashtra » Latest News » Mumbai » દેશને જાતિને નામે તોડવાનો પ્રયાસ ચાલુ છે ત્યારે મોદી શું કરે છે| What is Modi doing when the country is trying to break the name of the caste

દેશને જાતિને નામે તોડવાનો પ્રયાસ ચાલુ છે ત્યારે મોદી શું કરે છે: ઉદ્ધવ

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:16 AM

એટ્રોસિટી કાયદાના મુદ્દા પર દેશમાં હાલ ચાલી રહેલા આંદોલન- બંધ પરથી શિવસેનાએ મોદી સરકાર પર ટીકા

 • દેશને જાતિને નામે તોડવાનો પ્રયાસ ચાલુ છે ત્યારે મોદી શું કરે છે| What is Modi doing when the country is trying to break the name of the caste

  મુંબઈ: એટ્રોસિટી કાયદાના મુદ્દા પર દેશમાં હાલ ચાલી રહેલા આંદોલન- બંધ પરથી શિવસેનાએ મોદી સરકાર પર ટીકાની ઝડીઓ વરસાવી છે. દેશ એક વખત ધર્મને નામે ફૂટ્યો. હવે જાતિને નામે તોડવાનો પ્રયાસ ચાલુ છે ત્યારે વડા પ્રધાન મોદી ક્યાં છે અને શું કરી રહ્યા છે, એમ સવાલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યો છે.


  એટ્રોસિટી કાયદા બાબતે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને લીધે દલિતોમાં આક્રોશ છે. તેમાંથી ભારત બંધની હાકલ આપવામાં આવી હતી. આ સમયે થયેલા હિંસાચારમાં અમુક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. દેશમાં પરિસ્થિતિ સામે આંગળી ચીંધતા ઉદ્ધવે મોદી સરકાર પર ટીકાસ્ત્રો છોડ્યાં છે.


  હિંદુસ્તાનના અનેક ભાગોમાં જાતીય હિંસા ફાટી નીકળી છે. ગુજરાજ વડા પ્રધાનનું રાજ્ય છે. ઓડિશા અને પંજાબને બાદ કરતાં દંગલ ફેલાયેલાં રાજ્યોમાં ભાજપની સરકારો છે. મહારાષ્ટ્રનું નામ તેમાં નથી એવું જેમને લાગતું હોય તેમણે ભીમા- કોરેગાવ દંગલ ફાટી નીકળી હતી અને હજુ તે શાંત થઈ નથી તે ધ્યાનમાં લેવું જોઈએ.પશ્ચિમ બંગાળમાં આસનસોલ ખાતે હિંદુ અને મુસલમાનોમાં હિંસક દંગલ ફાટી નીકળ્યું છે. રામનવમી નિમિત્તે ભાજપ સમર્થક સંગઠનોએ તલવારો સાથે સરઘસ કાઝ્યું અને દંગલની શરૂઆત કરી. તેનો દોષ મમતા બેનરજીને આપવામાં આવતો હોય તો ભાજપ શાસિત રાજ્યોમાં ગઈકાલે ફાટી નીકળેલી હિંસા માટે કોણ જવાબદાર છે, એવો પ્રશ્ન તેમણે પૂછ્યો છે.


  નેતાગીરી કમજોર અને સ્વાર્થી બને એટલે આવી હિંસા ફાટી નીકળે છે. દેશ એક વાર ધર્મને નામે ફૂટ્યો, હવે જાતિને નામે તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. છેલ્લાં ચાર વર્ષથી દેશમાં સંભાવ્ય અરાજકતાની ગીધો પાંખો ફડફડાવતી દેખાય છે. આ ચિત્ર ભયાવહ હોઈ સોશિયલ મિડિયા પર વ્યક્તિપૂજાના ભજન કરનારાએ તેમનું માથું ઠેકાણે નહીં લાવ્યા તો દેશ જાતીય ભાગલાની ખીણમાં પડ્યા વિના નહીં રહેશે.


  દલિત આદિવાસી અત્યાચાર વિરોધી કાયદો કોર્ટે બિલકુલ બુઠ્ઠો કર્યો નથી. ફક્ત તેનો દુરુપયોગ નહીં થવો જોઈએ એવો સાફ મત સુપ્રીમે મંગળવારે પણ નોંધ્યો છે. એટ્રોસિટી કાયદાનો જો કોઈ દુરુપયોગ કરતું હોય તો તે રોકવાને જ ન્યાય કહેવાય, પરંતુ આવું કહેનારી કોર્ટની વિરોધમાં રસ્તા પર ઊતરવું તે ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોના વિરોધમાં છે.દેશમાં આગ લગાવીને માગણીઓ માન્ય કરી શકાશે અને સુપ્રીમને પણ ઝુકાવી શકાશે એવું વિચારીને તોફાની તત્ત્વો દેશમાં હોળીઓ પેટાવી રહ્યા છે અને રાજ્યકર્તાઓ બારણા બંધ કરીને સુરક્ષિત બેસી રહ્યા છે એવી ટીકા પણ તેમણે કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ