વાઈબ્રન્ટ સમિટ-2019 / ગુજરાતમાંથી પસાર થતો મુંબઈ-દિલ્હી ઔદ્યોગિત કોરિડોરનો 36% હિસ્સો વિકાસના નવા દ્વાર ખોલશે

vibrant gujarat summit 2019 the infrastructural sector will be opened for various fund investments
X
vibrant gujarat summit 2019 the infrastructural sector will be opened for various fund investments

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વિવિધ ફંડ રોકાણ માટે માર્ગ ખુલશે
  • મોદી પ્રથમવાર વિવિધ ક્ષેત્રોના વડાઓ-રોકાણકારો સાથે રાઉન્ડટેબલ મિટિંગ યોજશે

Divyabhaskar.com

Jan 09, 2019, 02:31 PM IST

રાજકોટ: ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે રહેલી વિશાળ તકો ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોરનો 36 હિસ્સો વિકાસના નવા દ્વાર ખોલશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019માં દેશમાં સૌ પ્રથમવાર નરેન્દ્ર મોદી સૉવ્રિન વેલ્થ ફંડ્સના વડાઓ, પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી વિચાર-વિમર્શ કરશે. આ કોન્ફરન્સમાં અરૂણ જેટલી, વિજય રૂપાણી સહિત વરિષ્ઠ અધિકારીઓ ભંડોળના વડાઓ સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ માટેનો માર્ગ મોકળો થશે

રાજ્યનાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલએ જણાવ્યું હતું કે "સૉવ્રિન વેલ્થફંડ્સ,પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો ટ્રિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. આ ભંડોળનો ઉપયોગ એરપોર્ટ, બંદરો, રેલ, રસ્તાઓ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા આંતર માળખાકીય પ્રોજેક્ટ્સમાં કરવામાં આવે છે. વૈશ્વિક ભંડોળના વડાઓ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાનાર સંવાદથી આવનારા સમયમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ માટેનો માર્ગ મોકળો થશે. 
2. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જંગી રોકાણ થશે
ખાસ કરીને જેનો 36% હિસ્સો ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે, તેવા દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોરમાં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર હશે. વૈશ્વિક  ભંડોળના CEO સાથે ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ આ કોન્ફન્સમાં ભાગ લેશે.  આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ,
નાણા મંત્રાલયના સચિવ સુભાષચંદ્ર ગર્ગ, સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વિકાસની વિશાળ તકો રહેલી છે. તેવા મેગા પ્રોજેક્ટ્સનું અહીં પ્રદર્શન કરવામાં આવશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી