Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » રૂપિયા 8 લાખનું બિલ આવતાં શાકભાજીવાળાની આત્મહત્યા | Vegetable Vendor Suicides Due To Bill Of Rupees 8 Lakh In Mumbai

8 લાખનું વિજ બિલ આવતા શાકભાજીવાળો આવ્યો ડિપરેશનમાં, કરી આત્મહત્યા

Divyabhaskar.com | Updated - May 10, 2018, 11:22 PM

વીજ બિલ મોકલવાથી ડઘાયેલા આ શાકભાજીવાળાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે

  • રૂપિયા 8 લાખનું બિલ આવતાં શાકભાજીવાળાની આત્મહત્યા | Vegetable Vendor Suicides Due To Bill Of Rupees 8 Lakh In Mumbai

    પ્રતિકાત્મક તસવીર

    મુંબઈ: મહાવિતરણના રેઢિયાળ કારભારને લીધે ઔરંગાબાદ ખાતે એક શાકભાજીવાળાએ આત્મહત્યા કરી છે. મહાવિતરણે રૂ. 8 લાખનું વીજ બિલ મોકલવાથી ડઘાયેલા આ શાકભાજીવાળાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ સંબંધે બિલિંગ ક્લાર્કને મહાવિતરણે સસ્પેન્ડ કર્યો છે.


    જગનરાવ શેળકે ગારખેડા ખાતે ભારત નગરમાં રહેતો હતો. તે હાથલારી પર શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેને એપ્રિલ મહિનાનું બિલ રૂ. 8.55 લાખ આવ્યું હતું. મહાવિતરણે મોકલેલા અંધાધૂંધ બિલથી તે ડઘાઈ ગયો હતો. તેણે વીજ કાર્યાલયમાં જઈને આ બિલ ખોટી રીતે મોકલાયું હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ તેની ફરિયાદ કોઈએ ધ્યાનમાં લીધી નહોતી. તેમાં વળી લાઈનમેન બિલ ભરવા માટે તેને સતત ધમકી આપતો હતો. આથી શેળકે પ્રચંડ તણાવમાં આવ્યો હતો. આથી ગુરુવારે સવારે તેણે આત્મહત્યા કરી હતી.મૃત્યુ પૂર્વે તેણે ચિઠ્ઠી લખી રહી છે, જેમાં મોટું વીજ બિલ આવવાથી જીવન ટૂંકાવી રહ્યું છે એવી નોંધ કરી છે. દરમિયાન આ વાત ફેલાતાં મહાવિતરણ બિલિંગ ક્લાર્ક સુશીલ કોળીને સસ્પેન્ડ કરી દીધો હતો. ગારખેડા પોલીસ આની વધુ તપાસ કરી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending