Home » Maharashtra » Latest News » Mumbai » મંગળવારે પાલઘર પેટાચૂંટણી પ્રચારમાં ઉદ્ધવ અને યોગી અામનેસામને ટકરાશે | UP CM Yogi Adityanath will be in Mumbai for election campaigning

મંગળવારે પાલઘર પેટાચૂંટણી પ્રચારમાં ઉદ્ધવ અને યોગી અામનેસામને ટકરાશે

Divyabhaskar.com | Updated - May 22, 2018, 03:53 AM

મતદારોને આકર્ષવા ભાજપે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્ર્યા છે

 • મંગળવારે પાલઘર પેટાચૂંટણી પ્રચારમાં ઉદ્ધવ અને યોગી અામનેસામને ટકરાશે | UP CM Yogi Adityanath will be in Mumbai for election campaigning

  મુંબઈ: પાલઘર લોકસભા પેટાચૂંટણીમાં શિવસેના અને ભાજપનો વિવાદ ટોચે પહોંચશે એ લગભગ નિશ્ચિત જ છે કારણ કે આ પેટાચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી પોતે મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત હવે ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભાજપે આમંત્રણ આપ્યું છે. મહત્ત્વનું એટલે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક જ દિવસે 23 મેના આમનેસામને થશે. બંનેની જાહેર સભા 23મેના નાલાસોપારામાં થશે. નાલાસોપારામાં મોટા પ્રમાણમાં ઉત્તર ભારતીયો રહે છે. મતદારોને આકર્ષવા ભાજપે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્ર્યા છે. રવિવારે મુખ્યમંત્રી ફડણવીસે નાલાસોપારામાં જાહેર સભા કરી હતી અને એમાં બહુજન વિકાસ આઘાડીના વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરની ટીકા કરી હતી.

  ફડણવીસ-ઠાકરે આમનેસામને
  પાલઘર પેટાચૂંટણીના પ્રચારમાં ઉદ્ધવ ઠાકરેએ પણ ઝંપલાવ્યું છે. તેઓ પાલઘરમાં બે સભા સંબોધશે. નાલાસોપારામાં 23 મેના અને બીજી સભા ભોઈસરમાં 25 મેના થશે.

  આદિત્ય ઠાકરે પણ મેદાનમાં
  અબ કી બાર નહીં કરેંગે ગલતી બારબાર એમ ટ્વિટ કરતા યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. આદિત્યઅે પેટ્રોલના ભાવવધારાના મુદ્દે પણ ભાજપની ટીકા કરી હતી. મુંબઈમાં પેટ્રોલ 84 રૂપિયા. બહુત હુઈ મંહેગાઈકી માર...અબ કી બાર નહીં કરેંગે ગલતી બારબાર. કર્ણાટક ચૂંટણી પછી ભાવ વધ્યા. કદાચ ડિસેમ્બરમાં ફરીથી ચૂંટણી માટે ઓછા કરશે. પણ ભારતીય જનતાને વચન આપ્યા એ કેમ પૂરા કરતા નથી કેન્દ્ર સરકાર? એવું ટ્વિટ આદિત્યએ કર્યું હતું.

  28 મેના પેટાચૂંટણી
  પાલઘર અને ભંડારા-ગોંદિયા લોકસભા મતદારસંઘ માટે નાના પાટોલેએ ભાજપને રાજીનામું આપતાં 28 મેના પેટાચૂંટણી થઈ રહી છે.31 મેના રોજ પરિણામ છે.

  પાલઘર પેટાચૂંટણી
  પાલઘરમાં ભાજપ તરફથી કોંગ્રેસમાંથી આવેલા રાજેન્દ્ર ગવિત, શિવસેનાના શ્રીનિવાસ વનગા, કોંગ્રેસના દામોદર શિંગડા સહિત અન્ય નેતાઓ ઊભા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ