કચ્છ / કચ્છ/ ભૂગર્ભીય સળવળાટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જોખમી, જાપાનની ટીમનો સર્વે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

Divyabhaskar.com

Dec 22, 2018, 09:58 AM IST

* ભૂગર્ભીય હલનચલન ગંભીર અકસ્માત સર્જી શકે

ભુજ: મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે કચ્છનો ભૂગર્ભીય સળવળાટ બુલેટ ટ્રેન માટે જોખમ સર્જી શકે તેમ છે. તેવુ જાપાનની ટીમના સર્વમાં જાણવા મળ્યું છે. આ અંગેની વિગતો મુજબ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન 320 કિ.મી.ની ઝડપે દોડશે. ત્યારે હળવી ભૂગર્ભીય હલનચલન પણ ગંભીર અકસ્માત સર્જી શકે. જેથી આવી ઘટનાને ટાળવા માટે અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાપાનની ટીમ કચ્છમાં સર્વે કરી રહી છે.

સેટેલાઈટ સાથે સંકળાયેલા 2 સિસ્મોલોજી મીટર કચ્છમાં લગાવાશે

મહત્વનું છે કે સેટેલાઈટ સાથે સંકળાયેલા 2 સિસ્મોલોજી મીટર કચ્છમાં લગાવવામાં આવશે. તબીબ અર્થક્વેક ઈન્જીનીયર સહિત 6 લોકોની ટીમ ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર અને ભુજની મુલાકાત લઈ સર્વે કર્યો હતો. તેમની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ પણ જોડાયા હતા.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી