અસલામત / કચ્છ- મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોમાં સુરક્ષા સામે સવાલો ઉભા થયા!

Divyabhaskar.com | Updated - Jan 09, 2019, 11:31 AM
Trains run between Kutch and Mumbai, questions have been raised about security

  • મુંબઈ-ભુજ વચ્ચે દોડતી ટ્રેનોમાં ચોરી-લૂંટના બનાવોમાં વધારો


ભુજ: મુંબઈ-ભુજ વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસીઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે. કારણ કે છેલ્લા 1 મહિનામાં 2-3 મર્ડરના બનાવો બન્યા છે. થોડા દિવસ પહેલા ભુજ- દાદર ટ્રેનમાં જ સુરતની મહિલાનું લૂંટના ઈરાદે ગળુ કાપી કરપીણ હત્યા નીપજાવાઈ હતી. જે મામલો હજી સમ્યો નથી. ત્યાં કચ્છ ભાજપના પીઢ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ચાલતી ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. સૌથી સુરક્ષીત મનાતા એ.સી. કોચમાં અજાણ્યા ઈશમો ઘુસી આવીને બે રાઉન્ડ ગોળી મારીને જયંતી ભાનુશાલીની નિર્મમ હત્યા કરી નાખતા અનેક સવાલો સર્જાયા છે. મહત્વનું છે કે ભુજ- મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોમાં અવાર નવાર ચોરી અને લૂંટના બનાવો બનતા હોય છે. એક કચ્છી મહિલાએ આ માટે છેક સુધી લડત પણ ચલાવી હતી છતાં પણ આવા બનાવો બનતા હોય છે. અને હવે તો હત્યાના બનાવો વધતા ટ્રેનોમાં સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.


X
Trains run between Kutch and Mumbai, questions have been raised about security
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App