રાજકોટ / રાજકોટ/ રાજવી પરિવાર સાથે છેતરપિંડી કરનારો મુંબઈનો શખ્સ ઝડપાયો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

Divyabhaskar.com

Dec 21, 2018, 11:58 AM IST

* રૂ. 1500 કરોડની લોન અપાવવાના બહાને રૂ. 3.40 કરોડની છેતરપિંડી

રાજકોટ: રાજવી પરિવાર સાથે રૂપિયા 3.40 કરોડની છેતરપિંડી કરનાર આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. લાખાજીરાજ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને રૂ. 1500 કરોડની લોન આપવાનું કહી પ્રોસેસિંગ ચાર્જ પેટે રૂ. 3.40 કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં મુંબઈની એશિયન ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ડાયરેકટર ડો. દિલીપરાવ મોરેની પોલીસે ધરપકડ કરી છે.

ડો. દિલીપરાવ મોરેની મુંબઈથી ધરપકડ કરવામાં આવી

મળતી માહિતી અનુસાર રાજવી પરિવારના માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા અને પ્રાદિત્યસિંહ વાળાની લાખાજીરાજ ડેવલપર્સ પ્રાઈવેડ લિમિટેડ કંપની દ્વારા રાજગઢ ખાતે ટાઉનશીપ અને મુંબઈમાં હોટલ ડેવલપમેન્ટના 2 વિશાળ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા. જે પ્રોજેક્ટ માટે મુંબઈની એશિયન ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ડાયરેકટર ડો. દિલીપરાવ મોરેએ 1500 કરોડની લોન અપાવી દેવાની વાત કરી હતી. લોન માટે જરૂરી દસ્તાવેજો અને ફોર્મની કાર્યવાહી પછી પ્રોસેસિંગ ફીના નામે 3.40 કરોડ મંગાવ્યા હતા. આ રકમ લોન મંજૂર ન થાય તો પરત કરી દેવાની શરત હોવાથી રાજવી પરિવારની કંપનીએ RTGSથી નાણાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ મુંબઈની આ કંપનીના ડાયરેક્ટરે લોન મંજૂર કરાવી ન હતી અને પ્રોસેસિંગ ફીના નાણાં પણ પરત કર્યા ન હતા. જેથી સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે મુંબઈથી ડો. દિલીપરાવ મોરેને સકંજામાં લીધો હતો. હાલ તેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી