મુંબઈ: સરકારથી નારાજ ખેડૂતોનોે 14 મેના રોજ જેલભરો સત્યાગ્રહ

રાજ્ય સરકારે ખેડૂતોની હજુ સુધી એક પણ માગણી પૂરી કરી ન હોવાનો દાવો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 10, 2018, 03:00 AM
રાજ્ય સરકારે ખેડૂતોની હજુ સુધી એક પણ માગણી પૂરી કરી ન હોવાનો દાવો- ફાઈલ
રાજ્ય સરકારે ખેડૂતોની હજુ સુધી એક પણ માગણી પૂરી કરી ન હોવાનો દાવો- ફાઈલ

મુંબઈ: રાજ્ય સરકારના ખેડૂત વિરોધી ધોરણનો વિરોધ કરવા અને ખેડૂતોની વિવિધ માગણીઓ પર સરકારનું ધ્યાન ખેંચવા છત્રપતિ સંભાજી મહારાજ જયંતી દિને અર્થાત 14 મેના ખેડૂતો રાજ્યવ્યાપી જેલ ભરો સત્યાગ્રહ કરશે એમ રાજ્ય શેતકરી સુકાણુ સમિતિના સભ્ય રઘુનાથદાદા પાટીલે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું. બેળગાવ સહિત રાજ્યના 37 જિલ્લાઓમાં હુતાત્મા અભિવાદન શેતકરી યાત્રા થઈ હતી.

આ યાત્રા પછી સુકાણુ સમિતિની થયેલી બેઠકમાં ખેડૂતોની આત્મહત્યા સાથે સંપૂર્ણ કરજમુક્તી, વીજ બિલમુક્તી, પાકનો ઉત્પાદન ખર્ચ વત્તા 50 ટકા નફા જેટલો ખાતરીભાવ આપવાની સ્વામીનાથન સમિતિની ભલામણોની અમલબજાવણી કરવી, ખેડૂત આયાત-નિકાસ ધોરણ બદલવું, વન હક કાયદાની અમલબજાવણી કરવી, અન્યાયી ભૂસંપાદન રદ કરવું જેવી 6 મુખ્ય માગણીઓ માટે 14 મેના સવિનય કાયદાભંગ જેલ ભરો સત્યાગ્રહ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પાટીલે જણાવ્યું હતું.


અપૂરતી કરજમાફીની ઘોષણાની પૂર્ણ અમલબજાવણી ન કરતા ઉલટાનું એના આધારે સરકાર ખેડૂતો પાસેથી જ દોઢ લાખ રૂપિયાથી વધારે લઈને તિજોરી ભરવાનું કામ કરી રહી છે. ખેડૂતોની કરજમાફી માટે જાહેર કરેલી 34 હજાર કરોડ રૂપિયાની રકમ કરજમાફી માટે ખર્ચ કરી નથી. કરજમાફી માટે વિલંબ કરીને ગયા વખતની મોસમમાં બેંકોએ નવું કરજ ન આપ્યું તેથી ખેડૂતોની આત્મહત્યામાં વધારો થયો છે.


એક સમયે સોને કી ચિડિયા જેવા આ દેશમાં હવે ખેડૂતો ચિંતાગ્રસ્ત છે. પણ રાજ્ય સરકાર અને વિરોધી પક્ષોને એની બિલકુલ ચિંતા નથી. કરજમાફી જાહેર થયા બાદ 2 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રને આત્મહત્યાનું કલંક લાગ્યું હોઈ એ ધોવાય નહીં ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોની આત્મહત્યાઓ અને રાજ્ય સરકારના ખેડૂત વિરોધી ધોરણના વિરોધમાં રણશિંગુ ફૂંક્યું હોઈ 14 મેના રાજ્યમાં ખેડૂતો જેલ ભરો સત્યાગ્રહ કરશે એમ રઘુનાથદાદા પાટીલે જણાવ્યું હતું.


સુકાણુ સમિતિ સાથે થયેલી ચર્ચામાં દૂધનો ભાવ લીટર દીઠ 27 રૂપિયા જાહેર કરવા છતાં અત્યાર સુધી 20 રૂપિયાનો સરેરાશ દર મળે છે. રાજ્યમાં દરરોજ 3 કરોડ લીટર દૂધ સંકલિત થતું હોવાથી દિવસના 21 કરોડ રૂપિયાના હિસાબે અત્યાર સુધી 7 હજાર કરોડ રૂપિયા દૂધ ઉત્પાદક ખેડૂતોના ખિસ્સામાંથી લુંટવામાં આવ્યા છે. ખેડૂતો પાસેથી લીટર દીઠ 17-18 રૂપિયે દૂધ ખરીદનાર દૂધ સંઘ પર કાર્યવાહી કરવાના બદલે તેમને 3 રૂપિયા અનુદાન આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય ખોટો છે. ખેડૂતોને લીટર દીઠ 24 રૂપિયાનો ભાવ જ મળતો ન હોય તો 3 રૂપિયા અનુદાન આપવાનો સવાલ જ ઊભો થતો નથી.

આગળ વાંચો: 2 લાખ ખેડૂતો સહભાગી

2 લાખ ખેડૂતો સહભાગી- ફાઈલ
2 લાખ ખેડૂતો સહભાગી- ફાઈલ

2 લાખ ખેડૂતો સહભાગી


આ આંદોલનમાં ખેડૂતો સહભાગી થવા માટે હુતાત્મા અભિવાદન શેતકરી જાગર યાત્રાના સમયે ખેડૂતો પાસેથી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. 2 લાખથી વધુ ખેડૂતોએ આ અરજી પર સહી કરી હોઈ તેઓ પોતાના કુટુંબ સાથે જેલ ભરો સત્યાગ્રહમાં સહભાગી થશે. 14 મેના ખેડૂતો તહસીલદાર કાર્યાલય, જિલ્લાધિકારી કાર્યાલય અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ધરપકડ વહોરશે. આ સત્યાગ્રહને કામદાર સંગઠનો સહિત વિવિધ ખેડૂત સંગઠનોએ ટેકો આપ્યો હોવાનું સુકાણુ સમિતિના સભ્ય કિશોર ઢમાલેએ જણાવ્યું હતું.

X
રાજ્ય સરકારે ખેડૂતોની હજુ સુધી એક પણ માગણી પૂરી કરી ન હોવાનો દાવો- ફાઈલરાજ્ય સરકારે ખેડૂતોની હજુ સુધી એક પણ માગણી પૂરી કરી ન હોવાનો દાવો- ફાઈલ
2 લાખ ખેડૂતો સહભાગી- ફાઈલ2 લાખ ખેડૂતો સહભાગી- ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App