Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » The direct impact of plastic bonding will be on the trade of grains

પ્લાસ્ટિક બંધીની સીધી અસર અનાજ, બેકરી અને ગારમેન્ટના વેપાર પર થશે

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:19 AM

વિવિધ સંગઠનના વેપારીઓ સંગઠિત થયા

  • The direct impact of plastic bonding will be on the trade of grains

    મુંબઈ: એકતાનું વિરલ પ્રદર્શન કરતા બોમ્બે ગ્રેઇન ડીલર્સ એસોસિયેશન, ઇન્ડિયન બેકર્સ એસોસિયેશન અને ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા ભેગા થયા અને આક્ષેપ કર્યો કે, મહારાષ્ટ્રના પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધે તેમના ઉત્પાદન, પેકેજિંગ અને સપ્લાય સમય પત્રકને ખોરવી દીધા છે. લલિત ગાંધી (મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ)એ દાવો કર્યો કે, “મૂળભૂત પેકેજિંગ સામગ્રી- પ્લાસ્ટિક બેગની ગેરહાજરીને કારણે ઘણા એકમો બંધ થવાને આરે છે.

    અમે ગઇકાલે માનનીય પર્યાવરણ પ્રધાન – શ્રી રામ દાસ કદમને મળ્યા અને વિકલ્પોની ઓળખ ના થાય અને આ વિકલ્પો ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી પેકેજિંગ સામગ્રીને પ્રતિબંધમાંથી મુક્ત કરવાની માગ કરી હતી.” રવિ જસનાની (મહારાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ)એ જણાવ્યું હતું કે, “નામદાર હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને 9 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે અને પ્રતિબંધ પર રોકની માગણી કરતી અમારી અરજી પર 11 એપ્રિલ, 2018ના રોજ ચુકાદો આપે તેવી આશા છે.”


    ઇન્ડિયન બેકર્સ એસોસિયેશનના સભ્ય અને પ્રખ્યાત ડબલ્યુઆઇબીસ બ્રેડ મેનેજિંગ ડિરેક્ટર કે પી ઇરાનીએ ફરિયાદના સૂરમાં જણાવ્યું કે, “પેકેજિંગમાં કાગળના સ્થાને પ્લાસ્ટિકનો ઉપયોગ થવાને કારણે બેકરી ઉદ્યોગ પૂરજોશમાં ખીલ્યો અને તેમાં વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉમેરો થયો તેમજ દૂર અંતર સુધીના ગ્રાહકોને સેવા મળી. પરંતુ હવે આપણે ફરીથી જૂની સ્થિતિમાં ધકેલાઈ ગયા છીએ. તમામ બેકરી આઇટમની શેલ્ફ લાઇફ ટૂંકી થઇ ગઇ અને હેરફેર પર મર્યાદા આવી ગઇ છે.”


    ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન રાજેશ મસંદે દાવો કર્યો કે, “પેકેજિંગ માટે પારદર્શક પ્લાસ્ટિક બેગની બિનપ્રાપ્યતાને કારણે એકલા મુંબઈમાં જ નિકાસ માટેના 6,80,000 રેડીમેડ ગારમેન્ટ નંગો અટવાયા છે.”


    નીમિત પુનમિયા (પીબીએમએઆઇના જનરલ સેક્રેટરી)એ વિનંતી કરી કે, “પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધને કારણે ગ્રાહક સુવિધા પર પહેલેથી જ ગંભીર અસર થઇ છે. કારોબારો અને આજીવિકોને હાનિ થશે. વૈશ્વિક અભ્યાસોએ તારણ આપ્યા છે કે, પ્લાસ્ટિકની બેગ કાગળની કે કપડાની બેગ કરતાં ઘણી વધુ સારી છે તેમજ કુદરતને પ્રમાણમાં નોંધપાત્ર ઓછી હાનિકારક છે. લેન્ડફિલ્સમાં કાગળની બેગ પ્લાસ્ટિકની બેગ કરતાં 9 ગણી વધુ જગ્યા રોકે છે. પ્લાસ્ટિક બેગ સુતરાઉ અને કાગળની બેગની તુલનાએ અડધી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવે છે. કપાસ, કાગળ તેમજ પ્લાસ્ટિકની બેગનો પણ પુનઃઉપયોગ રોગજનક બેક્ટેરિયામાં વધારો કરે છે અને સમાજના તમામ વર્ગની આરોગ્ય ચિંતામાં વધારો કરે છે. સરકારે વિવિધ દેશો દ્વારા પ્લાસ્ટિક બેગ પર મુકેલા પ્રતિબંધમાંથી મેળવેલા પાઠમાંથી શીખ લેવી જોઇએ”


    પ્લાસ્ટિક બેગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (પીબીએમએઆઇ) દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરાઈ છે કે અનાજ તેમજ ફળ અને શાકભાજી સહિતના તમામ ખાદ્ય પદાર્થોને દૂધને સમકક્ષ ગણવામાં આવે અને તેમના પર રેપોઝિટરી (50 પૈસા પ્રતિ બેગ) યોજના લાગુ કરાય.

    કૃષિ વ્યાપારોને ગંભીર અસર: કીર્તિભાઈ રાણા


    મુંબઈ : પ્લાસ્ટિક બંધીના મહારાષ્ટ્ર સરકારના ઉતાવળે નીકળેલા જીઆરથી કૃષિ વ્યાપારો પર ગંભીર અસરો થઈ રહી છે. કૃષિ વ્યાપારના સીઝનેબલ ક્વોલિટીઓની જાળવણી મોટા પેકિંગમાં પ્લાસ્ટિકમાં રાખવાથી બારે મહિના કોલ્ડ સ્ટોરેજમાં મૂકી માગણી અને પુરવઠો જળવાઈ રહે છે.ખેડૂતો પણ કાંદા, બટાટા, લસણ, ફળ - ફળાદિ, શાકભાજી પ્લાસ્ટિકની જાળીવાળી થેલીઓમાં હોલસેલ માર્કેટોમાં લાવે છે. આ પ્રકારની પ્લાસ્ટિક બંધીથી કૃષિની વસ્તુઓની અછત થશે. સ્ટોક જાળવણી કેમ કરાશે? એકસપોર્ટ- ઈમ્પોર્ટ થતી તમામ કૃષિ વસ્તુઓ, ડ્રાયફ્રૂટ, તેજાના વગેરે વિશ્વમાં સપ્લાઈ કરતી વખતે પ્લાસ્ટિકનો ઉપયોગ તેની જાળવણી માટે અત્યંત આવશ્યક છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending