મુંબઈ / કાર ભાડા પર લીધા બાદ ગુજરાતમાં વેચવાનું રેકેટ ઝડપાયું, બેની ધરપકડ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો
X
ફાઈલ ફોટોફાઈલ ફોટો

  • દમણ અને ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે કારનો ઉપયોગ કરતાં

Divyabhaskar.com

Feb 05, 2019, 12:14 PM IST
મુંબઈ: કાર ભાડા પર લીધા બાદ તેને ગુજરાતમાં વેચી નાંખતા હોવાના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ સાથે જ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ કારનો રજિસ્ટ્રેશન નંબર બદલીને તેનો ઉપયોગ દારૂની હેરફેર માટે થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

કારનો રજિસ્ટ્રેશન નંબર બદલી કાર વેંચતા હતાં

ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા શખસોની ઓળખ અર્જુન કદમ અને વિમલ પટેલ તરીકે થઇ હતી. કદમ નાલાસોપારાનો, જ્યારે વિમલ વલસાડનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કદમ લોકો પાસેથી કાર ભાડા પર લેતો હતો અને તેમને બેથી ત્રણ મહિનાનું ભાડૂ ચૂકવી દેતો હતો. ત્યાર બાદ તે ભાડૂ આપવાનું બંધ કરી દેતો અને આ કાર બાદમાં તે વિમલ સુધી પહોંચાડતો હતો. ત્યાર બાદ તે કારનો રજિસ્ટ્રેશન નંબર બદલી નાખવામાં આવતો હતો અને તે કારને વેચી મારવામાં આવતી હતી. આ કારનો ઉપયોગ બાદમાં દમણ અને ગુજરાતમાં દારૂની હેરફેર માટે થયો હતો. એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
2. પોલીસે બાતમીના આધારે બંનેની ધરપકડ કરી
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓને મળેલી માહિતીને આધારે સાંતાક્રુઝ પશ્ચિમમાં સ્કૂલની નજીક છટકું ગોઠવીને બંને જણને પકડી પાડ્યા હતા. બંને જણ અલગ-અલગ કારમાં આવ્યા હતા. પૂછપરછમાં તેઓ કાર વિશે યોગ્ય ઉત્તર આપી શક્યા નહોતા. પોલીસે બંને કાર જપ્ત કરી હતી. બંને કારને ભાડા પર લેવાઇ હતી અને પાછી આપવામાં આવી નહોતી. આ પ્રકરણે નવઘર અને વર્સોવા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરાયો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી