રાજકોટ / રાજકોટ/ મુંબઈ ફરવા ગયેલા ડોક્ટરના મકાનમાં ચોરી, સગા ભાણેજની ધરપકડ

Divyabhaskar.com

Dec 21, 2018, 12:38 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

* પોલીસે સગા ભાણેજ શાહિલની ધરપકડ કરી

રાજકોટ: મિલપરામાં રહેતાં તબીબ મુંબઈ ફરવા ગયા હતા. તે દરમિયાન તેના મકાનને નિશાન બનાવીને તસ્કરોએ આઈપેડ અને રોકડ સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બાતમીના આધારે ઓરોપી ફરિયાદીના ભાણેજ શાહીલની ધરપકડ કરી હતી.

ફક્ત સગા-સંબંધીના ઘરે જ ચોરી કરતો હતો

મિલપરાના તબિબ મુઝમ્મીલભાઈ મીરા મુંબઈ ફરીને ઘર પરત આવતા ચોરી થયાની જાણ થઈ હતી. જેથી તેને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં તેના સગા ભાણેજ શાહીલે જ ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી તેના સગા સંબંધીની મિલ્કતને નિશાન બનાવી તેનું વાહન વાપરવા લઈ જતો હતો. બાદમાં વાહનની ચાવીની સાથે રહેલી ઘરની ચાવીની ડુપ્લીકેટ ચાવી બનાવી લેતો હતો અને અવસર મળતા જ ઘરમાંથી ચોરી કરતો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી