શ્રીદેવીના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાનો આદેશ CMનો હતો

Sridevi funeral was directed by the CM to politically honor
Bhaskar News

Bhaskar News

Apr 01, 2018, 05:03 AM IST

મુંબઈ: અભિનેત્રી શ્રીદેવીના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા એના પર મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ જાહેરમાં વાંધો લીધો હતો. મુખ્યમંત્રીના આદેશથી શ્રીદેવીના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરાયા હતા એ હવે સ્પષ્ટ થયું હતું. શ્રીદેવીને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાઈ હોઈ તેમના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરાયા એમ જણાવાયું હતું. જો કે આ બાબતે માહિતી અધિકાર કાર્યકર્તા અનિલ ગલગલીને રાજ્ય સરકારના રાજશિષ્ટાચાર વિભાગ પાસેથી જે માહિતી મળી છે એ અનુસાર મુખ્યમંત્રીના આદેશથી શ્રીદેવીના અંતિમસંસ્કાર રાજકીય સન્માનથી કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.

નિયમાવલી શું કહે છે?


રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવા સંબંધી આદેશ આપવાનો અંતિમ અધિકાર મુખ્યમંત્રી પાસે હોય છે. તેથી આવો નિર્ણય લેતા મુખ્યમંત્રીની પરવાનગી જરૂરી હોય છે. અંતિમસંસ્કાર તાત્કાલિક કરવાની બાબત હોઈ પરવાનગી મૌખિક સ્વરૂપમાં પણ ગ્રાહ્ય ગણવામાં આવે છે.

X
Sridevi funeral was directed by the CM to politically honor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી