Home » Maharashtra » Latest News » Mumbai » Shiv Sena will contest 50 to 55 seats in the Karnataka Legislative Assembly

ચૂંટણી જીતીએ કે હારીએ,મત મળશે કે નહીં પણ અમે લડીશુ: ઉદ્ધવ ઠાકરે

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 01:16 AM

મહારાષ્ટ્ર સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ સ્વબળે લડાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

 • Shiv Sena will contest 50 to 55 seats in the Karnataka Legislative Assembly
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમે ચૂંટણ જીતીએ કે હારીએ, કેટલા મતો મળશે ખબર નથી

  મુંબઈ: ગોવા અને ઉત્તર પ્રદેશ પછી શિવસેના કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં પણ ઊતરશે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ સંબંધમાં ઘોષણા કરી છે. મહારાષ્ટ્ર એકીકરણ સમિતિને શિવસેના ટેકો આપશે. શિવસેનાએ થોડા સમય પૂર્વે જ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ સ્વબળે લડાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સીમા વિસ્તારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ ચૂંટણી નહીં લડશે, સીમા વિસ્તારમાં અન્ય પક્ષોએ પણ ચૂંટી નહીં લડાવવી જોઈએ. સીમા વિસ્તારનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કેન્દ્રએ શાસન કરવું જોઈએ, એવી માગણી રાઉતે કરી છે.

  મુખ્યમંત્રીએ સીમા વિસ્તારમાં આવીને એકીકરણ સમિતિનો પ્રચાર કરવો જોઈએ. તો જ તેઓ ખરા મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી કહેવાશે, એવો અનુરોધ પણ રાઉતે ફડણવીસને કર્યો છે. મુખ્ય મંત્રીએ સીમા વિસ્તારમાં પ્રચાર માટે નહીં જવું જોઈએ. આ નૈતિક દષ્ટિથી યોગ્ય નથી. રાજ્યપાલના અભિભાષણમાં સીમા વિસ્તારનો ઉલ્લેખ હોય છે. તેમને તે શોભશે નહીં, એમ રાઉતે જણાવ્યું.

  આગળ વાંચો: બધા રાજ્યમાં શિવસેના ઉમેદવાર આપશે

 • Shiv Sena will contest 50 to 55 seats in the Karnataka Legislative Assembly
  અમે લડીશુ- ફાઈલ

  બધા રાજ્યમાં શિવસેના ઉમેદવાર આપશે


  આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી શિવસેના સ્વબળે લડશે, પરંતુ આ પછી બધા રાજ્યમાં શિવસેના ઉમેદવાર આપશે. અમે ચૂંટણ જીતીએ કે હારીએ, કેટલા મતો મળશે ખબર નથી, પરંતુ અમે લડીશું, એમ ઉદ્ધવે જણાવ્યું હતું. બીજી બાજુ શિવસેના સાથે યુતિ કરવા માટે ભાજપવાલા હિલચાલ કરી રહ્યા છે. ખુદ મુખ્ય મંત્રીએ જ કથિત ઉંદર ગોટાળા પરથી વિરોધીઓને ઉત્તર આપતી વખતે 2019માં વાઘ- સિંહ એકત્ર જ હશે એવો સંકેત આપ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ