Home » Maharashtra » Latest News » Mumbai » Shiv Sena Criticized On Anna Hazare Withdrawal of Fasting Movement

અણ્ણાની ગર્જનાઓનો ગાજર હલવો થઈ ગયો: શિવસેના

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:52 AM

અણ્ણા હઝારેએ ઉપવાસ આંદોલન પાછુ ખેંચતા શિવસેનાએ ટીકા કરી

  • Shiv Sena Criticized On Anna Hazare Withdrawal of Fasting Movement

    મુંબઈ: વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારેએ લોકપાલની માગણી માટે અને ખેડૂતોની સમસ્યાઓ રજૂ કરતા દિલ્હીના રામલીલા મેદાન પર ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જો કે આ આંદોલન હવે તેમણે પાછુ ખેંચ્યુ છે. અણ્ણાના આંદોલનનું જોર આ વખતે ઝાઝુ દેખાયું નહીં એમ જણાવતા શિવસેનાએ આ આંદોલનની ટીકા કરી હતી. શિવસેનાના મુખપત્રના અગ્રલેખ દ્વારા અણ્ણા હજારેના આંદોલનની સખત શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી.


    ખરેખર તો અણ્ણા હજારે શા માટે દિલ્હી ગયા અને દિલ્હી જઈને તેમણે શું મેળવ્યું? એવો સવાલ સૌને થઈ રહ્યો છે. ખેડૂતોની સમસ્યા, લોકપાલ વગેરે માટે અણ્ણાએ રામલીલા મેદાનમાં ઉપવાસ શરૂ કર્યા. ઉપવાસ બેમુદત હતા અને ફડણવીસની મધ્યસ્થીથી સાતમા દિવસે ખતમ કરવામાં આવ્યા. એટલે ચોક્કસ શું થયું? વિવિધ માગણીઓની પૂર્તી કરનાર વડાપ્રધાનની સહીવાળો એક પત્ર ફડણવીસે અણ્ણાને આપ્યો અને અણ્ણાનું આંદોલન પૂરું થઈ ગયું. સરકાર તમામ માગણીઓ તત્વત: માન્ય કરી. તત્વત: એટલે શું? એ ફરીથી એક પ્રશ્ન છે. છ મહિનામાં માગણીઓ માન્ય નહીં થાય તો ફરીથી ઉપવાસ શરૂ કરીશ એમ અણ્ણાએ જણાવ્યું. રામલીલા મેદાનમાં ઉપવાસનું ફળ શું મળ્યું? ફક્ત અણ્ણાનું વજન છસાત કિલો ઓછુ થયું. આંદોલનમાં કંઈ જ મળ્યું નહીં.


    ગયા વખતે ગિરદી હતી અને પ્રસારમાધ્યમોએ વાતાવરણમાં ગરમાવો નિર્માણ કર્યો હતો. હવે પ્રસારમાધ્યમોએ અણ્ણાની બાબતમાં આંખ આડા કાન કર્યા. અણ્ણાનું આંદોલન સફળ થવા ન દેવું એ તમામનો એજન્ડા હતો. તેથી દિલ્હીમાં મોટા મંત્રીઓ અને રાજકારણીઓ અણ્ણાને મળવા ગયા નહોતા. સાતમા આઠમા દિવસે અણ્ણાનું ગળુ વધારે સૂકાયું એટલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પહોંચ્યા. મુખ્યમંત્રી ફડણવીસની મધ્યસ્થીથી જ ઉપવાસ પૂરા થવાના હતા અને તેમના તત્વત: આશ્વાસનો પર ભરોસો રાખવો હતો તો રામલીલા મેદાનને બદલે રાળેગણસિદ્ધિમાં જ અાંદોલન કરવામાં વાંધો નહોતો.


    આખરે અણ્ણાના ઉપવાસ પૂરા થયા એ સમાચારોના મથાળા ચમક્યા પણ એ આવી રીતે ચમકશે એમ લાગ્યું નહોતું. તેથી અણ્ણાની ગર્જનાઓનો ગાજર હલવો થઈ ગયો એનું ખરાબ લાગે છે. નરેન્દ્ર મોદી અથવા રાજનાથ સિંહ રામલીલા મેદાનમાં જાય એવી અપેક્ષા નહોતી પણ કેન્દ્રનો કોઈ કેબિનેટ મંત્રી જશે અને ઉપવાસ પૂરા થશે એમ લાગ્યું હતું. એવું પણ ન થયું. અણ્ણાએ આગામી તારીખ આપીને ઉપવાસ છોડ્યા છે. ભ્રષ્ટાચાર એમ જ છે અને ખેડૂતોના મૃત્યુ વધી રહ્યા છે. અણ્ણાના ઉપવાસ પૂરા થયા અને તેઓ સુખરૂપ ગામ ગયા એનો અમને પણ તત્વત: આનંદ છે એમ જણાવવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ