ING વૈષ્ય બેંક કૌભાંડ / રાજકોટ/ ING વૈષ્ય બેંક કૌભાંડમાં 6 વર્ષથી ફરાર શીતલ મુંબઈથી ઝડપાઈ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

Divyabhaskar.com

Dec 21, 2018, 12:39 PM IST

* બેંકના સેલ્સ મેનેજર અને સ્ટાફ સામે વર્ષ 2012માં ફરિયાદ નોંધાઈ હતી

રાજકોટ: ING વૈષ્ય બેંકની રામકૃષ્ણનગર શાખામાંથી 3.58 કરોડની ઉચાપતના ગુનામાં 6 વર્ષથી ફરાર ડેટા એન્ટ્રી ઓપરેટર શીતલ વખારિયાની પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે. શીતલે પોતાનો બચાવ કરતા આ કહ્યું કે આ કોંભાંડમાં તેને કોઈ રકમ મળી નથી અને દેવાંગ ઉપરી અધિકારી હોવાથી તે જે ડોક્યુમેન્ટ આપતો તે ડોક્યુમેન્ટની એન્ટ્રી કરતી હતી.

પોલીસે શીતલના 4 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી

બેંકના મેનેજર અજીત શ્રીકિશન ગોસ્વામીએ 28 સપ્ટેમ્બર 2012માં સેલ્સ મેનેજર દેવાંગ ખીરા, ડેટા એન્ટ્રી ઓપરેટર શીતલ વખારીયા, એક્ઝિક્યુટિવ ફિલ્ડ ઓફિસર સંદીપ મહેતા, દિવ્યેશ ચાવડા, ભાવિન ભટ્ટ, સાગર બાવીસી, ધવલ ગોસીયા અને અજીત મેવાડા સામે 68 બોગસ ખાતા ખોલીને બોગસ દસ્તાવોજો ઉભા કરી રૂપિયા 3.58 કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે તે સમયે અન્ય આરોપીઓની ધરપકડ થઈ હતી. પરંતુ ફરાર દેવાંગ અને શીતલ પોલીસ પકડથી દુર હતા. ત્યારે 6 વર્ષ પછી દેંવાગ ખીરા અઠવાડિયા પહેલા આગોતરા જામીન સાથે રજૂ થતાં પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે જ શીતલે પણ આગોતરા અરજી કરી હતી. પરંતુ તે નામંજૂર થઈ હતી. કોંભાડની ફરિયાદ પછી શીતલ વખારીયા શહેર છોડીને મુંબઈમાં સ્થાયી થઈ હતી. જ્યાં મુંબઈમાં તેણે તરૂણ મહેતા સાથે લગ્ન કરી લીધા હતા. હાલ પોલીસે શીતલના 4 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી