મુંબઈ સહિત અન્ય શહેરોની સંસ્થાઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જોડાણ

DivyaBhaskar.com

Dec 06, 2018, 04:39 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

* આગામી 8 તારીખે યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ

રાજકોટ: આગામી 8 તારીખે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાનાર છે. જે માટે પૂર્વ સેનેટ સભ્યોની બેઠક યોજવામાં આવી હતી. આ પદવીદાન સમારોહમાં વિદ્યાશાખાના અને સ્નાતક-અનુસ્નાતક કક્ષાના 49 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.

ગુજરાતની બહાર પણ આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ગુજરાતની બહાર પણ આવેલી છે. જેમાં મુંબઈની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, દીવમાં સરકારી કોલેજ, દહેરાદુનમાં વાઈલ્ડ લાઈટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફોરેસ્ટ, ભોપાલમાં ઈન્સ્ટીટ્યુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ અને કોઇમ્બતુરમાં સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિર્થોલોજી એન્ડ નેચરલ સંસ્થાનો સમાવે થાય છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં અને વિશ્વના અનેક દેશોમાં રાત્રે કોલેજ ચાલે છે. જે મુજબ જિલ્લા મથકોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ રાત્રી કોલેજની મંજુરી આપવી જોઈએ તેવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી