ગામી દિવસોમાં નવા કેપ્ટનની કરાશે જાહેરાત / મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ ખેલાડી અને સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન જયદેવ શાહે લીધી નિવૃત્તિ

Divyabhaskar.com

Dec 05, 2018, 04:13 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

* BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહના પુત્ર, હતું ઘણા વર્ષોથી કપ્તાનપદે એક ચક્રિય શાસન
* આગામી દિવસોમાં નવા કેપ્ટનની કરાશે જાહેરાત

સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન અને મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ ખેલાડી જયદેવ શાહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે. જયદેવ શાહના પિતા નિરંજન શાહે Divyabhaskar.com સાથેની વાતચીતમાં આ વાતની સ્વીકૃતી આપી હતી કે નિરંજન શાહે તમામ ફોર્મેટમાંથી નિવૃતી આપી છે. જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી અને BCCIના સચિવ નિરંજન શાહનો પુત્ર છે. તેણે બુધવારે નિવૃતીની જાહેરાત કરી હતી. જયદેવ શાહની નિવૃતી બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આગામી દિવસોમાં નવા કેપ્ટનની જાહેરાત કરશે.

IPLમાં એક જ વખત રમવાની તક મળી

જયદેવ શાહને IPLમાં સૌ પ્રથમ ડેક્કન ચાર્જર્સે ખરીદ્યો હતો. ત્યાર બાદ રાજસ્થાન, મુંબઈ ઈન્ડિયન્, અને ગુજરાતની ટીમે ખરીદ્યો હતો. પરંતુ તેને અત્યાર સુધીમાં IPLમાં રમવાની માત્ર એક જ તક મળી હતી.

2002-03માં કરી ક્રિકેટ કરિયરની શરૂઆત

4 મે 1983માં જન્મેલા જયદેવ શાહે વર્ષ 2002-03માં પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે છેલ્લા 16 વર્ષથી સતત સૌરાષ્ટ્ર ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યો છે. જયદેવ શાહે અત્યાર સુધી 110 મેચમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું છે, જે પણ એક રેકોર્ડ છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રનો આ બેટ્સમેન ક્યારેય ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. જયદેવ શાહની આગેવાનીમાં સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફી 2012-13 અને 2015-16માં ઉપ વિજેતા રહી છે. જ્યારે 2007/08માં વિજય હજારે ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી