મુંબઈ / સચિન તેંડુલકરે ચેતેશ્વર પુજારા અને ભારતીય બોલરોનાં વખાણ કર્યાં

sachin says pujara-and-other bowler -contributed-for-india-victory-in-australia-
X
sachin says pujara-and-other bowler -contributed-for-india-victory-in-australia-

  • ભારતની જીતમાં પૂજારા અને ફાસ્ટ બોલરોનું મહત્વનું યોગદાનઃ તેંડુલકર

Divyabhaskar.com

Jan 10, 2019, 04:46 PM IST
મુંબઈઃ ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ સીરિઝમાં જીત બદલ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ચેતેશ્વર પુજારાના મહત્વપૂર્ણ યોગદાન માટે પ્રશંસા કરી હતી. સચિને કહ્યું કે વિશ્વની કોઇપણ પિચ પર ગમે તેવી પરિસ્થિતિમાં આપણા બોલરો બોલિંગ કરી શકે છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. પૂજારાએ સિરીઝમાં 521 રન બનાવ્યા, જેમાં 3 સદી અને એક અડધી સદી સામેલ છે અને સિડનીમાં તેણે 193 રન બનાવ્યાં હતાં. 

ચેતેશ્વર પૂજારાનું સિરીઝમાં પ્રદર્શન બેજોડ હતું- સચિન

1.સચિને કહ્યું, મારા માટે કોઈ એક ક્ષણને મહત્વપૂર્ણ ગણાવવી મુશ્કેલ છે પરંતુ મારૂ માનવું છે કે, પૂજારાએ વાસ્તવમાં બેજોડ પ્રદર્શન કર્યું છે. પૂજારાને લઈને ઘણા પ્રકારની નિવેદનબાજી કરવામાં આવી હતી. જે તેના પક્ષમાં ન હતી. તેના યોગદાનને ઓછુ કરીને આંકવામાં આવ્યું હતું. પૂજારા સિવાય આપણે બોલરોના યોગદાનને નજરઅંદાજ ન કરી શકીએ. ક્યાંકને ક્યાંક તે પૂજારા હતો જેણે જીત માટે મજબૂત પાયો નાખ્યો. જેનો અન્ય બેટ્સમેનોએ ફાયદો ઉઠાવ્યો અને રન બનાવ્યા હતા. બોલરોએ પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી