ભુજ / રેલવે સ્ટેશન પર પાર્કિગ ફીના નામે દાદાગીરી કરી મુંબઈથી આવેલા પ્રવાસી દંપતિને માર મરાયો

Divyabhaskar.com | Updated - Jan 29, 2019, 11:57 AM
ruffianism in the name of parking fee at bhuj railway station
X
ruffianism in the name of parking fee at bhuj railway station

  • મુંબઇથી ભુજ આવેલા પરિવાર સાથે ગેરવર્તાવ કર્યો

ભુજ: રેલવે સ્ટેશન પર પાર્કીગ ફી વસુલાત કરતી એજન્સીના માણસોએ મુંબઇથી ભુજ આવેલા દંપતિ સાથે ગેરવર્તન કરી માર મરાયો હતો. દંપતિએ સમગ્ર મામલે 3 શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેથી રેલવે પોલીસે સીસીટીવી ફુટેજ મેળવવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.

ઝપાઝપીમાં મહિલા પ્રવાસીનું મંગળસુત્ર પણ તુટયું

1.મુંબઇથી લગ્ન પ્રસંગ પતાવી એસી સુપરફાસ્ટ એકસપ્રેસમાં ભુજ આવેલા માંડવીના હેમલ શાહે માહિતી આપતાં કહ્યું કે તેમને લેવા માટે માંડવીથી ગાડી આવી હતી. તેઓ પોતાના વૃધ્ધ માતાને ગાડીમાં બેસાડી રહ્યા હતાં ત્યારે પાર્કીગના રૂપીયા જલદી આપો તેમ કહી દાદાગીરી શરૂ કરી દેવાઇ હતી. હેમલ શાહે મારા માતા બેસી જાય તે પછી રૂપિયા આપી દઉ તેમ જણાવ્યું હોવા છતાં પાર્કીગ ફી વસુલતી એજન્સીના માણસોએ અપશબ્દો બોલી ગેરવર્તાવ કર્યો હતો.  અચાનક જ બીજા 3થી 4 માણસોએ મારમારવાનું શરૂ કરતાં હેમલ શાહના પત્નિ ધવલબેન બચાવવા પડતાં તેમને પણ માર મરાયો હતો. આ ઝપાઝપીમાં ધવલબેનનું મંગળસુત્ર પણ તુટી ગયું હતું. જેથી હેમલભાઈએ સમગ્ર મામલે 3 શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 
3 શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
2.રેલવે પોલીસ મથકે બાબાવાડી માંડવીમાં રહેતા ધવલબેન હેમલ શાહે નિલેશ ઠક્કર,અર્જુન ભાનુશાલી, અને એક અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. પાર્કિગ ફીના 30 રૂપિયા આપવા બાબતે બોલાચાલી બાદ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે આઇપીસીની કલમ 323,504,506(2),114 મુજબ ગુનો નોંધી સીસીટીવી ફુટેજ મેળવવા સહિતની આગળની તપાસ આદરી છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App